વોટસએપમાં આપત્તિજનક મેસેજ ફોરવર્ડ કરવા બદલ ‘ડિફોલ્ટ એડમિન’ પાંચ મહિનાથી જેલમાં

July 23, 2018 at 11:10 am


મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના નિવાસી 21 વર્ષીય યુવક કોઈ બીજા દ્વારા ફોવર્ડ કરાયેલા વોટસએપ મેસેજને કારણે છેલ્લા પાંચ મહિનાથી જેલમાં બંધ છે. આરોપી યુવકના પરિવારજનોનું કહેવું છે કે આપત્તિજનક મેસેજ ફોરવર્ડ કયર્િ બાદ વાસ્તવિક એડમિને ગ્રુપ છોડી દીધું અને પોલીસની કાર્યવાહીને સમયે આરોપી એડમિન બની ગયો હતો જેના કારણે તેના વિરુદ્ધ કાર્યવાહી કરાઈ હતી.
રાજગઢના તાલેન તાલુકાના નિવાસી અને બીએસસીના વિદ્યાર્થી જુનેદ ખાનને 14 ફેબ્રુઆરીએ ધરપકડ કરી તેના વિરુદ્ધ આઈટી એક્ટની સાથે જ દેશદ્રોહ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. તે એક વોટસએપ ગ્રુપ્નો સભ્ય હતો જેના એડમિન ઈમરાને આપત્તિજનક મેસેજ ફોરવર્ડ કર્યો હતો. સ્થાનિક લોકોએ ઈરફાન તથા ગ્રુપ એડમિન વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર કાર્યવાહી વેળાએ જુનેદ જ વોટસએપ ગ્રુપ્નો એડમિન હતો. જ્યારે જુનેદના પરિવારજનોએ જણાવ્યું કે વાસ્તવિક એડમિનના ગ્રુપ છોડી દીધા બાદ જુનેદ ડિફોલ્ટ એડમિન બની ગયો હતો. જુનેદના ભાઈ ફાકે જણાવ્યું કે આપત્તિજનક પોસ્ટ શષયર કરતી વેળાએ જુનેદ એડમિન નહોતો. દેશદ્રોહનો મામલો હોવાને કારણે કોર્ટે પણ જુનેદને જામીન આપવાનો ઈનકાર કરી દીધો અને આ કારણથી તે પરીક્ષા પણ આપી શક્યો નહોતો. સીનિયર પોલીસ અધિકારીઓ સાથે જ સીએમ હેલ્પલાઈન ઉપર પણ ફરિયાદ નોંધાવી પરંતુ અમારું કોઈએ સાંભળ્યું નહોતું.

print

Comments

comments

VOTING POLL