વોટસએપમાં ‘ડિલીટ ફોર ઓલ’ ફીચરનો તોડ નીકળ્યો

February 17, 2018 at 11:25 am


ઝડપથી નવા નવા ફિચર્સ લાવવા અને યુઝર્સ માટે વધુને વધુ સુવિધાજનક બનાવવાને કારણે વોટસએપ સૌથી પોપ્યુલર મેસેજિંગ એપ બની ચૂકી છે. છેલ્લા ઘણા વર્ષોમાં તેના યુઝર્સની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે અને તેના દ્વારા લાવવામાં આવેલા નવા ફીચર્સના પણ ચારે બાજુ વખાણ થઈ રહ્યા છે.
કંપ્નીએ ગત વર્ષે વોટસએપમાં એક નવું ફિચર્સ જોડયું હતું જેમાં તમે કોઈને મેસેજ મોકલ્યો ડિલીટ કરી શકાય છે પરંતુ એવું લાગે છે કે આમ છતાં પણ મેસેજ જેને મળવાનો છે તે વ્યક્તિ ફરીથી મેસેજને ફોનમાં બનાવી રાખે છે. એક અહેવાલ અનુસાર મેસેજ પ્રાપ્ત કરનારો વ્યક્તિ તેને મોકલનારા વ્યક્તિ દ્વારા ડિલિટ કરવા છતાં તેને ફરીથી મેળવી શકે છે. આવું કરવું રિસીવરને મેસેજ મળ્યાના 7 મિનિટની અંદર જ સંભવ બનશે ત્યારબાદ મેસેજને ડિલીટ કરી શકાશે નહીં.

ડિલીટ કરાયા બાદ પણ મેસેજને યથાવત રાખવા માટે યુઝર્સ એ મેસજને પસંદ કરીને તેને કોટ કરી દેવાનો છે. આમ છતાં જો આ મેસેજને સેન્ડર દ્વારા પ્લેટફોર્મ પરથી ડિલીટ પણ કરી દેવામાં આવે તો પણ મેસેજનો ટેકસ્ટ વોટસએપ બન્યું રહેશે. જો કે મેસેજને ડિલીટ કરાયા બાદ તેને કોટ કરવા પર મેસેજ કોઈ કામનો નહીં રહે કેમ કે તેને ફોરવર્ડ કરી શકાશે નહીં. જો કે આ ફીચરમાં આ પ્રકારની નબળાઈ અંગે વોટસએપે અત્યાર સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. જો કે ફેસબુકના પ્રભુત્વવાળી આ કંપ્ની આવનારા દિવસોમાં આ ફીચરને વધુ સચોટ બનાવવા માટે કોઈ અપડેટ જારી કરે તેવી પૂરી સંભાવના છે. ત્યાં સુધી લોકો આ ફીચરનો ઉપયોગ કરી શકે છે.

print

Comments

comments

VOTING POLL