વોટસએપમાં નવું ફીચર ‘ફેસ આઈડી’ કોઈ નહી વાંચી શકે તમારૂં ચેટિંગ

February 5, 2019 at 1:04 pm


લાંબા સમય બાદ આખરે વોટ્સએપે એ ફિચર લોન્ચ કરી જ દીધું જેની યુઝર્સ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતાં. વાત છે બાયોમેટ્રીક આેથેન્ટિકેશન ફીચરની, જેના દ્વારા હવે આઈઆેએસ યૂઝર્સ ફેસ આઈડી અથવા ટચ આઈડીનો ઉપયોગ કરીને પોતાના પર્સનલ ચેટને લોક કરી શકશે. આની પ્રાેસેસ બિલકુલ એવી જ હશે જેવી અત્યારે સ્માર્ટફોનને અનલોક કરવાની હોય છે.
વોટ્સએપનું બાયોમેટિ²ક આેથેન્ટિકેશન ફીચર પહેલા બીટા વર્ઝન પર ઉપ્લબ્ધ હતું પરંતુ હવે આ તમામ આઈઆેએસ યૂઝર્સ માટે જાહેર કરી દેવામાં આવ્યું છે. આ અપડેટ વોટ્સઅપના 2.19.20. વર્ઝન પર ઉપ્લબ્ધ છે. આપને જણાવી દઈએ કે લેટેસ્ટ આઈફોન અથવા આઈપેડ યૂઝર્સ ફેસઆઈ આેથેન્ટિકેશન સિસ્ટમ દ્વારા આનો ઉપયોગ કરી શકશે. તો આઈફોનના જૂના મોડલનો ઉપયોગ કરનારા યૂઝર્સ ટચ આઈડી ફીચર દ્વારા આ આેથેન્ટિકેશન ફીચરને અનેબલ કરી શકશે.
આ ફીચરનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા પોતાના આઈફોન અથવા આઈપેડ પર વોટ્સએપનું લેટેસ્ટ વર્ઝન અપડેટ કરો. ત્યારબાદ એપ આેપન કરો અને જયtશિંક્ષલત અભભજ્ઞીક્ષt ઙશિદફભુમાં જાવ. અહીયા આપને સ્ક્રીન લોકનું આેપ્શન દેખાશે આને અનેબલ કરો. આ ફીચરને અનેબલ કર્યા બાદ વોટ્સઅપ યૂઝર્સ પોતાના કોન્વરસેશનને ફેસ આઈડી અથવા ટચ આઈડી દ્વારા જ અનલોક કરી શકશે.
જો કે નાેંધનીય વાત એ છે કે અત્યારે વોટ્સએપ પર બાયોમેટિ²ક સિક્યોરિટી વાળુ આ ખાસ ફીચર માત્ર આઈઆેએસ માટે જ આપવામાં આવ્યું છે. તાજેતરમાં જ આને એન્ડ્રાેયડ પર વોટ્સએપના બીટા વર્ઝન માટે પણ જોવામાં આવ્યું હતું. જો કે હજી સુધી એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે ક્યાર સુધીમાં આને તમામ યૂઝર્સ માટે જાહેર કરવામાં આવશે. પરંતુ આના બીટા વર્ઝન પર આવ્યા બાદ એ વાત તો સ્પષ્ટ છે કે જલ્દી જ આને એન્ડ્રાેયડ યૂઝર્સ માટે પણ જાહેર કરવામાં આવશે.

print

Comments

comments

VOTING POLL