વોટસએપમાં વધુ ત્રણ ફિચર્સ ઉમેરાયા, ચેટ બનશે વધુ મજેદાર

January 8, 2019 at 10:46 am


વર્ષ 2018ની જેમ વોટસએપ 2019માં પણ પોતાના યુઝર્સને અનેક નવા ફિચર્સ આપવા જઈ રહ્યું છે અને આ અંગેની શરૂઆત પણ થઈ ચૂકી છે. હાલમાં જ વોટસએપે પોતાના યુઝર્સ માટે ત્રણ નવા ફિચર્સને જારી કર્યા છે. લેટેસ્ટ અપડેટમાં વોટસએપ પોતાના યુઝર્સને ગ્રુપ ચેટમાં પ્રાઈવેટ રિપ્લાય, ફોટો અથવા વીડિયો એડિટ કરતી વખતે સ્માઈલી ટચથી સ્ટિકર્સ એડ અને સ્ટેટસ ટેબમાં અપાયેલા 3ડી ટચ દ્વારા કોન્ટેક્સથી સ્ટેટસ પ્રિવ્યુ કરવા જેવા ફિચર આપી રહ્યું છે.

વોટસએપે આ ફિચર્સને એપ્પલ આઈફોન યુઝર્સ માટે જારી કર્યા છે. અપડેટ બાદ એપલ એપ સ્ટોરપર વોટસએપનું લેટેસ્ટ વર્ઝન 2.19.10 ઉપલબ્ધ છે.

અપડેટ બાદ વોટસએપ આઈઆેએસ યુઝર્સને ગ્રુપ ચેટ દરમિયાન પ્રાઈવેટ રિપ્લાય કરવાનું ફિચર આપવામાં આવી રહ્યું છે. તેનાથી યુઝર્સ ગ્રુપના કોઈ પણ કોન્ટેક્સને ગ્રુપ ચેટમાંથી જ પર્સનલ મેસેજ મોકલી શકશે. આ માટે આઈફોન યુઝર્સને એ મેસેજ ઉપર લાેંગ પ્રેસ કરવાનું રહેશે જે મેસેજનો તે પ્રાઈવેટ રિપ્લાય આપવા માગે છે. લાેંગ પ્રેસ કર્યા બાદ ત્રણ ડોટવાળું એક મેન્યુ આેપન થશે જેમાં પ્રાઈવેટ રિપ્લાયનો વિકલ્પ અપાયો હશે. ઉલ્લેખનીય છે કે વોટસએપનું આ ફિચર્સ એન્ડ્રાેઈડ યુઝર્સ માટે પહેલાથી જ જારી થઈ ચૂક્યું છે.

અપડેટ સાથે વોટસએપ પોતાના આઈઆેએસ યુઝર્સને કોઈ કોન્ટેક્ટને વીડિયો અથવા ફોટો મલકાતાં પહેલાં સ્ટિકર્સ એડ કરવાનું ફિચર આપી રહ્યું છે. આ સ્ટિકર ટેબ ઈમોજી ટેબની બાજુમાં આપવામાં આવ્યું છે અને યુઝર્સ તેના પર ટેપ કરી પોતાના વીડિયો અથવા ફોટોમાં સ્ટિકર્સ એડ કરી શકે છે. જોકે આ ફિચર્સને હજુ એન્ડ્રાેઈડ યુઝર્સ માટે જારી કરાયું નથી પરંતુ ટૂંક સમયમાં એન્ડ્રાેઈડમાં પણ આ અપડેટ આવી જશે.

આ ઉપરાંત સ્ટેટસ પ્રિવ્યુ માટે 3ડી ટચનું ફિચર્સ પણ આપવામાં આવ્યું છે. આ ફિચર પણ અત્યારે આઈફોન પૂરતું મર્યાદિત છે. તેનો ઉપયોગ કરવા માટે યુઝર્સે કોન્ટેક્ટ દ્વારા અપલોડ કરવામાં આવેલી સ્ટોરીને લાેંગ પ્રેસ કરવાનું રહેશે. આવું કરવાની સાથે જ યુઝર્સ સામે કોન્ટેક્ટ દ્વારા અપલોડ કરવામાં આવેલી સ્ટોરી પ્લે થઈ જશે.

print

Comments

comments

VOTING POLL