વોડાફોનના 47 રૂપિયાના પેકની વેલિડિટી 28 દિવસ

July 25, 2018 at 8:29 pm


વોડાફોન ઇન્ડિયા પાેતાના પ્રિપેઇડ ગ્રાહકોને આકર્ષિત કરવા માટે સતત નવા રિચાર્જ પેક લાેંચ કરી રહી છે. હવે વોડાફોને 47 રૂપિયાવાળા પેક લાેંચ કરી દીધા છે જેની વેલિડિટી 28 દિવસની છે. વોડાફોનના આ નવા પ્રિપેઇડ પેકમાં વોઇસ કોલિંગ, એસએમએસ અને ડેટા જેવા ફાયદા મળે છે. વોડાફોને હાલમાં જ પાેતાના બીજા પ્રિપેઇડ પેક અપટેડ કર્યા ન હતા. ટેલિકોમ ટોકના રિપાેર્ટ મુજબ 47 રૂપિયાવાળા નવા પેકમાં 125 મિનિટ વોઇસ કોલિંગ મિનિટ મળશે. આ મિનિટ લોકલ, એસટીડી અને નેશનલ રોમિંગ માટે ઉપયોગ કરી શકાશે. આ ઉપરાંત 28 દિવસ માટે 500 એમસી ટુજી, થ્રીજી અને ફોરજી ડેટા પણ આપવામાં આવી રહ્યાા છે. આ ઉપરાંત ગ્રાહકોને આ નવા પેકમાં કુલ 50 એસએમએસની પણ આેફર કરવામાં આવી રહી છે. નાેંધ કરવા લાયક બાબત એ છે કે, આ પ્લાનને માત્ર બેલેન્સ ડિડક્શન મોડથી જ એક્ટિવેટેડ કરવામાં આવી શકે છે.

જીયો ફોન 49 રૂપિયાવાળા પેકની સરખામણી કરવામાં આવે તાે જીઆેના આ પેકમાં એક જીબી ફોરજી ડેટા મળે છે. આ ઉપરાંત જીઆે વગર કોઇપણ એફયુપી લિમિટના અનલિમિટેડ વોઇસ કોલિંગ અને 50 એસએમએસ પણ આેફર કરે છે. જીઆે ફોન 49 રૂપિયાવાળા પ્લાન ની વેલિડિટી 28 દિવસની છે. વોડાફોને હાલમાં 458 રૂપિયાવાળા પ્રિપેઇડ પેક અપગ્રેડ કયોૅ હતાે. 458 રૂપિયાવાળા રિચાર્જ પેકમાં ગ્રાહકોને ટુજીબી ડેટા રોજ મળે છે. આ પેકની વેલિડિટી 84 દિવસની છે. આ પેકમાં 1.4 જીબી ટુજી, થ્રીજી અને ફોરજી ડેટા આેફર કરવામાં આવે છે.

print

Comments

comments

VOTING POLL