વોડાફોન-આઈડિયા એક થયા: સત્તાવાર જાહેરાત

March 20, 2017 at 11:38 am


અનેક ટેલિકોમ કંપનીના સમીકરણો બગાડી નાખનાર અને ટેલિકોમ ક્ષેત્રે નવી ક્રાંતિ લાવનાર રિલાયન્સ જિયોને ટક્કર આપવા માટે દિગ્ગજ કંપની વોડાફોન અને આઈડીયાએ એક થવાની આજે સત્તાવાર જાહેરાત કરી છે. વોડાફોન બોર્ડે આજે આ વિલય પર સત્તાવાર મહોર લગાવી દીધી છે. આ હેઠળ વોડાફોન ઈન્ડિયા અને તેની પૂર્ણ માલિકીવાળી સહાયક કંપની વોડાફોન મોબાઈલ સર્વિસ લિમિટેડનું આદિત્ય બીરલા ગ્રુપ્ના આઈડિયા સેલ્યુલર સાથે વિલય થઈ જશે.

આઈડિયા અને વોડાફોનની વિલય પ્રક્રિયા આગામી વર્ષે પૂરી થઈ જશે. નવી કંપની વોડાફોનની હિસ્સેદારી 45 ટકા જ્યારે આઈડિયાની હિસ્સેદારી 26 ટકા હશે. આગળ જઈને આદિત્ય બિરલા ગ્રુપ અને વોડાફોનનો હિસ્સો બરાબરનો થઈ જશે. આઈડિયાનું વેલ્યુએશન 72000 કરોડ રૂપિયા હશે. ફાઈલિંગ મુજબ એબી ગ્રુપ પાસે 130 રૂપિયા પ્રતિ શેરના દરે નવી કંપનીના 9.5 ટકા ખરીદવાનો અધિકાર હશે.

print

Comments

comments

VOTING POLL