વોર્ડ નં.૧૩માં સ્વામિનારાયણ ચોકના રિનોવેશનની કામગીરી ૯ મહિને પણ પૂર્ણ ન જ થઈ !

March 13, 2018 at 3:27 pm


રાજકોટ મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન હેઠળના વોર્ડ નં.13માં ગાેંડલ રોડને લાગુ કૃષ્ણનગર મેઈન રોડ પર આવેલા સ્વામિનારાયણ ચોકનું છેલ્લા 9 મહિનાથી રિનોવેશન ચાલી રહ્યું છે પરંતુ હજુ સુધી આ કામગીરી પૂર્ણ ન થતાં લતાવાસીઆે ત્રાહિમામ પોકારી ઉઠયા હોવાની રજૂઆત ભાજપના કોર્પોરેટર અને એસ્ટેટ કમિટીના ચેરપર્સન જયાબેન હરિવાલા ડાંગર દ્વારા મ્યુનિસિપલ કમિશનરને કરવામાં આવી છે. ખાસ કરીને ઉનાળામાં ગરમીથી તોબા પોકારી ઉઠેલા લોકો રાત્રિના સમયે સ્વામિનારાયણ ચોકના ટ્રાફિક સર્કલમાં ફુવારા પાસે બેસીને ઠંડક મેળવતાં હોય છે પરંતુ ગયા ઉનાળાથી બંધ કરાયેલું સર્કલ અને ફુવારો આ ઉનાળામાં પણ બંધ જ હોય હવે લોકોની સહનશિક્તની હદ આવી ગઈ છે. વિશેષમાં મ્યુનિસિપલ કમિશનરને કરાયેલી રજૂઆતમાં જયાબેન હરિવાલા ડાંગરે જણાવ્યું છે

કે ગોકળગાયની ગતિએ કામગીરી ચાલી રહી છે તેમજ સર્કલના અંદરના ભાગમાં લોકોને બેસવા માટે બાકડા મુકવામાં આવ્યા હતા તે પણ દૂર કરી દેવામાં આવ્યા છે. ટ્રાફિક સર્કલની અંદરના ભાગે 6 મહિનાથી કરાયેલું ખોદકામ હજુ સુધી બુરવામાં આવ્યું નથી. સર્કલ ફરતે કલરકામ પણ કરાયું નથી. ફુવારાની નોઝલ પણ બદલવામાં આવી નથી. સર્કલની ફરતી બાજુએ લોકો બેસી શકે તે માટે જગ્યા રાખવામાં આવી નથી. આ ઉપરાંત પીપીપીના ધોરણે ખાનગી એજન્સીને આ સર્કલ ડેવલપ કરવા માટે આપવામાં આવ્યું છે તે પણ હજુ સુધી ડેવલપ થયું નથી તો આ અંગે ડેવલપર એજન્સી તેમજ સર્કલનું રિનોવેશન કરી રહેલા કોન્ટ્રાક્ટરને તાકિદે કામગીરી પૂર્ણ કરવા અને લોકો માટે સર્કલ ખુંું મુકવા તેમજ અગાઉ કરતાં વધુ સારું અને રળિયામણું બનાવીને મુકવા માટે જરૂરી કાર્યવાહી કરવા માગણી કરાઈ છે.

print

Comments

comments

VOTING POLL