વોર્ડ નં.૪ની પેટા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવતા કિશોર જાદવ

February 13, 2018 at 3:51 pm


વોર્ડ નં.૪ની પેટાચૂંટણીમાં સમાજિક કાર્યકર કિશોરભાઇ જાદવે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે અને ‘ટ્રેકટર ચલાવતા ખેડૂત’નું નિશાન રાખ્યું છે. કિશોરભાઇ જાદવ સાથે કાર્યકર્તાઓએ ‘આજકાલ’ની મુલાકાત લીધી હતી. વોર્ડ નં.૪ની પ્રજા પરિવર્તન ઇચ્છે છે જેથી આપણી મતની કિંમત થાય અને દલિત, પિડિત, શોષિત ગરીબ પ્રજાનો ઉધ્ધાર થાય તેવા હેતુથી આપણે જ પરિવર્તન લાવવું પડશે તેથી વોર્ડ નં.૪ના પ્રશ્નો માટે કિશોરભાઇ પાલાભાઇ જાદવે વોર્ડ નં.૪ની પેટા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારથી ફોર્મ ભરેલ છે. તેઓનું નિશાન ટ્રેકટર ચલાવતો ખેડૂત છે.
કિશોરભાઇ જાદવની સાથે કાર્યકરો રાજેશ એમ.રાઠોડ, કાંતી એમ.રાઠોડ, હસમુખ આર.પરમાર, સાગર કે.જાટ, કમલેશ વાઘેલા, મુળજીભાઇ મકવાણા, સતીષ એ.સોલંકી, મકવાણા દિપક સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે

print

Comments

comments

VOTING POLL