વોર્ડ નં.૯માં ચંદનપાર્ક મેઈન રોડ પર પેરેડાઈઝ હોલ પાસે રૂા.૩.૨૦ કરોડના ખર્ચે બનશે આધુનિક લાઈબ્રેરી

May 19, 2017 at 6:38 pm


રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.૯માં સાધુ વાસવાણી રોડ અને ૧૫૦ ફટ રિંગરોડની વચ્ચે આવેલા પોશ વિસ્તાર ચંદનપાર્ક મેઈન રોડ પર પેરેડાઈઝ હોલની બાજુમાં રૂા.૩.૨૦ કરોડના ખર્ચે અતિ આધુનિક લાયબ્રેરીનું નિર્માણ કરવામાં આવનાર છે. અગાઉ આ અંગે બજેટમાં જોગવાઈ કર્યા બાદ રૂા.૧.૮૩ કરોડના ખર્ચે આ અંગેનો કોન્ટ્રાકટ સારગં કન્સ્ટ્રકશનને આપવામાં આવ્યો હતો. આ માટે ટેન્ડરમાં ૧૫.૭૦ ટકા ડાઉન ભાવ આવ્યા હતા તેથી મુળભુત એસ્ટીમેટ રૂા.૨.૧૮ કરોડનું હતું પરંતુ કામ ૧.૮૩ કરોડમાં આપવામાં આવ્યું હતું. દરમિયાન હવે આ લાયબ્રેરી પ્રોજેકટમાં ઉપર વધુ એક માળ લેવા નિર્ણય કરાતાં ખર્ચમાં ૧૦ ટકા કરતાં વધુ રકમનો વધારો થતો હોય આ માટે સ્ટેન્ડિંગની મંજૂરી લેવા દરખાસ્ત મુકવામાં આવી હોવાનું સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કર પટેલે જણાવ્યું હતું.

વિશેષમાં આ અંગે સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કર પટેલે ઉમેયુ હતું કે અગાઉ ૧૯૮૮૪ ફટ બાંધકામ કરવાનું હતું પરંતુ ઉપર વધુ માળ લેવા માટે તેમજ અન્ય ફેસેલિટીનો ઉમેરો કરવામાં આવતાં બાંધકામ વધીને ૩૦૯૨૪ ફટ થશે આથી રૂા.૧.૩૬ કરોડનો વધારાનો ખર્ચ થનાર હોય આ ખર્ચ બહાલ રાખવા સ્ટેન્ડિંગની મંજૂરી માગવામાં આવી છે. આગામી તા.૨૨ને સોમવારે મળનારી સ્ટેન્ડિંગ બેઠકમાં આ અંગેની દરખાસ્ત પર નિર્ણય લેવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ પોતાના મત વિસ્તાર વોર્ડ નં.૯માં તબક્કાવાર સુવિધાઓની લ્હાણી કરી રહ્યા છે. અન્ય કોઈ વોર્ડના કામો આટલી ઝડપથી મંજૂર કે પૂર્ણ થતાં નથી !

print

Comments

comments

VOTING POLL