વોર્ડ નં.1માં રેલ્વે આેવરબ્રિજનું કામ ઝડપી બનાવવા માંગણી

January 12, 2018 at 1:02 pm


જામનગર શહેરમાં વોર્ડ નં.1માં બેડીબંદર રોડ ઉપર છેલ્લા કેટલાય સમયથી રેલ્વે આેવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે, આ બાંધકામની કામગીરીની ગતિ ખુબ જ ધીમી છે, તા.31-12-17 પહેલા આ આેવરબિ્રજ પુરો કરવાની શરત હોવા છતાં પણ આ બ્રીજ પુરો થયો નથી તેથી પ્રજાને ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે, આગામી દિવસોમાં આ પુલનું કામ ઝડપી નહી બનાવાય તો લોકઆંદોલન કરવામાં આવશે તેવી ચિમકી વોર્ડ નં.1ના નગરસેવક કાસમભાઇ ખફીએ મ્યુ.કમિશ્નરને લખેલા પત્રમાં આપી છે. આ પત્રમાં જણાવ્યું છે કે, રેલ્વે આેવરબ્રિજની કામગીરી ચાલું હોય, બેડી વિસ્તારના લોકોને અવરજવર માટે ખુબ જ મુશ્કેલી પડે છે, આ આેવરબ્રિજનું બાંધકામ ચાલું હોવાના કારણે ડાયવર્ઝનથી રસ્તો બનાવવામાં આવેલ છે પરંતુ ખુબ જ ફરીને આ રસ્તા પરથી જવાનું થાય છે તેથી લોકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ આેવરબ્રિજના કામની બીલની ચૂકવણી બાકી છે, કોન્ટ્રાકટરને નિયમીત ચુકવણું ન થતું હોવાના કારણે આશરે રૂા.2 કરોડની રકમ ચૂકવવાની બાકી હોય મહાપાલિકા દ્વારા બ્રિજની ગ્રાન્ટની રકમ અન્ય જગ્éાએ ચુકવણામાં વપરાય છે તેથી આ અંગે ઘટતું કરવાની માંગણી છે અને ઝડપી કામગીરી નહી થાય તો લોક આંદોલન કરવામાં આવશે.

print

Comments

comments

VOTING POLL