વોશિંગ્ટનની કુલ 11 વિકેટથી ઇન્ડિયા રેડ દુલીપ ટ્રોફીમાં ચેમ્પિયન

September 29, 2017 at 11:27 am


ઇન્ડિયા રેડ ટીમ ગઈ કાલે અહીં ઇન્ડિયા બ્લુ ટીમને હરાવીને દુલીપ ટ્રોફીમાં ચેમ્પિયન બની હતી. ઑલરાઉન્ડર વોશિંગ્ટનના પર્ફોર્મન્સથી ઇન્ડિયા રેડ ટીમે આ ચાર દિવસીય ડે/નાઇટ ફાઇનલમાં 163 રનથી વિજય મેળવ્યો હતો. સુરેશ રૈનાના સુકાન હેઠળની ઇન્ડિયા બ્લુ ટીમને જીતવા 393 રનનો લક્ષ્યાંક મળ્યો હતો, પરંતુ ટીમમાં એકમાત્ર ભાર્ગવ ભટ્ટ (51)ની અડધી સદી થઈ શકી હતી.

ઇન્ડિયા રેડ ટીમના ઑફ સ્પ્નિર વોશિંગ્ટન સુંદરે સૌથી વધુ 6 વિકેટ લીધી હતી. પ્રથમ દાવમાં તેણે પાંચ વિકેટ લીધી હોવાથી આખી મેચમાં તેની કુલ 11 વિકેટ હતી. બીજી તરફ, મુંબઈમાં જન્મેલા લેફ્ટ-આર્મ સ્પ્નિર વિજય ગોહિલે મેચમાં કુલ 8 વિકેટ લીધી હતી. વોશિંગ્ટનને મેન ઑફ ધ ફાઇનલનો અવોર્ડ આપવામાં આવ્યો હતો.

print

Comments

comments

VOTING POLL