વ્યભિચાર કાયદો રદ થશે તો લગ્નપ્રથા ભાંગી પડશેઃ કેન્દ્રની ચેતવણી

July 12, 2018 at 11:13 am


કેન્દ્રેએ સર્વોચ્ચ અદાલતને જણાવ્યું હતું કે અન્ય પુરુષની પત્ની સાથેના લગ્નેત્તર સંબંધ બાંધનારા માત્ર પુરુષને જ વ્યભિચાર બદલ સજા કરવાની જોગવાઇ ધરાવતી ભારતીય દંડસંહિતાની કલમ 497ને રદ કરવાથી લગ્નપ્રથાનો નાશ થશે.
ગૃહ મંત્રાલયે વ્યભિચારને દંડાત્મક ગુનો ગણતી ભારતીય દંડસંહિતાની કલમ 497ની યોગ્યતાને પડકારતી અરજીને કાઢી નાખવાની વિનંતિ સર્વોચ્ચ અદાલતમાં નાેંધાવેલા સોગંદનામામાં કરી હતી અને દાવો કર્યો હતો કે કાયદાની આ કલમ લગ્નપ્રથાને ટેકો આપે છે અને તેનું રક્ષણ કરે છે. તેણે જણાવ્યું હતું કે ભારતીય દંડસંહિતાની કલમ 497 અને સીઆરપીસીની કલમ 198 (2)ને રદ કરવાથી લગ્નપ્રથાની પવિત્રતાને નુકસાન પહાેંચશે. ભારતીય સમાજમાં લગ્નને ઘણું મહÒવ અપાય છે.
ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે ભારતીય દંડસંહિતાની કલમ 497માં સુધારા કરવાની બાબતમાં કાયદા પંચના અંતિમ અહેવાલની રાહ જોવાઇ રહી છે. તેણે જણાવ્યું હતું કે વ્યભિચારને ગુનો નહિ ગણવામાં આવે તો તેનાથી લગ્નપ્રથા નબળી પડી શકે છે. ભારતીય દંડસંહિતાની કલમ 497 158 વર્ષ જૂની છે અને તેમાં વ્યભિચારમાં માત્ર પુરુષને ગુનેગાર ઠેરવીને તેને પાંચ વર્ષ સુધીની જેલ કે દંડ અથવા બન્ને કરવાની જોગવાઇ છે. વ્યભિચારના આવા કિસ્સામાં મહિલા (પત્ની) ગુનેગાર નથી ગણાતી.
સર્વોચ્ચ અદાલતે વ્યભિચારના કાયદાની બંધારણીય યોગ્યતાને પડકારતી જાહેર હિતની અરજીનો ઉલ્લેખ કર્યો હતો. ઇટલીમાં રહેતા મૂળ ભારતીય જોસેફ શાઇને જાહેર હિતની અરજીમાં જણાવ્યું હતું કે વ્યભિચારના ગુનામાં મહિલાને નહિ પણ માત્ર પુરુષને સજા કરવામાં આવે છે અને તેથી વ્યભિચારના ગુનામાં મહિલાને સાગરીત ગણવામાં પણ ભેદભાવ રખાયો ગણાય.

print

Comments

comments

VOTING POLL