વ્યાજ ખોરોની પઠાણી ઉઘરાણી અને ધમકીથી યુવાને એસિડ ગટગટાવ્યુ

August 22, 2018 at 12:48 pm


વડવાનેરા વિસ્તારમાં રહેતા યુવાને બે શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નાેંધાવતા પોલીસે હાથ ધરેલી તપાસ

શહેરના વડવાનેરા વિસ્તારમાં રહેતા યુવાને વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી અને ધમકીના પગલે એસિડ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરતાં તેને સારવાર અથર્ે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જયાં આગળથી યુવાને બે શખ્સો વિરૂધ્ધ નાેંધાવેલી ફરિયાદના આધારે પોલીસે ગુનોનાેંધી તપાસ હાથ ધરી હતી.
શહેરના વડવાનેરા વિસ્તારમાં મેલડીમાતા વાળાખાંચામાં રહેતા ગૌત્તમભાઈ ધનજીભાઇ જાદવ (ઉ.વ.25)નાએ ચારેક માસ પૂર્વ કોઇ ઘેલા ભરવાડ પાસેથી રૂપિયા 20,000 લીધા હતા. દરમ્યાનમાં ઘેલા ભરવાડ અને તેનો સાળો ગોવિંદે ગૌત્તમભાઇ પાસે રૂપિયા 20,000 અને તેના વ્યાજપેટે કુલ રૂપિયા 20,000ની પઠાણી ઉઘરાણી કરી જો રૂપિયા 20,000 નહિ આપે તો ગૌત્તમભાઈનું એકટ્રીવા સ્કુટર અને મોબાઇલ લઇ લેવાની અને મારમારવાની ધમકી આપવાના પગલે ગૌત્તમભાઇએ ગત સાંજે જશોનાથ સર્કલ નજીક એસિડ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરતાં તેને સારવાર અથર્ે હોસ્પિટલમાં ખસેડાયો હતો.
આ અંગે ગૌત્તમભાઇએ ઘેલા ભરવાડ અને તેનો સાળો ગોવિંદ વિરૂધ્ધ એ.ડીવીઝન પોલીસ મથકમાં નાેંધાવેલી ફરિયાદના આધરે પોલીસે બન્ને શખ્સો વિરૂધ્ધ જુદી જદી કલમો હેઠળ ગુનો નાેંધી બનાવની તપાસ હાથ ધરી હતી.

print

Comments

comments

VOTING POLL