વ્હોટ્સ એપમાં નવું ફિચર: હવે ગ્રૂપ વીડિયો કોલિંગની સુવિધા

February 8, 2018 at 11:16 am


વ્હોટ્સ એપ્ને આમ તે ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ કહેવામાં આવે છે પણ તેમાં જે રીતે નવીનતમ ફિચર્સ ઉમેરાય છે તે જોતા તેની ઈન્સ્ટન્ટન મેસેજિંગ એપ્ની છબિ બદલી રહી છે. અહેવાલો અનુસાર, વ્હોટ્સ એપમાં એક નવું ફિચર જોડાવાનું છે જેને યુઝ કરીને ગ્રૂપ વીડિયો કોલિંગ કરી શકાય છે. સ્કાઈપ જેવા પ્લેટફોર્મ આ સર્વિસ આપે છે જેમાં એક સાથે અનેક લોકો વીડિયો ચેટિંગ કરી શકે છે. ડબલ્યુએ બીટા ઈન્ફોએ આ ફિચર અંગે કહ્યું હતું કે હાલમાં આ ફિચર એન્ડ્રોઈડ માટે અપાયું છે. તેનું પરીક્ષણ થઈ રહ્યું છે. આ ફિચર દ્વારા એકવારમાં ત્રણ લોકોને વીડિયો કોલિંગમાં સામેલ કરી શકાય છે. એક સાથે ચાર યુઝર્સ વીડિયો કોલિંગ કરી શકે છે. વીડિયો કોલિંગ ફિચર વ્હોટ્સ એપમાં ગત વર્ષે જ આપવામાં આવ્યું હતું. હવે સ્ક્રીનશોટમાં એડ પર્સનનો ઓપ્શન જોવા મળી રહ્યો છે. અહીંથી ક્લિક કરીને અલગ યુઝર્સને સામેલ કરી શકાશે. હાલમાં એ જણાવાયું નથી કે ગ્રૂપ વીડિયો કોલિંગ ફિચર ક્યારે આવશે. હાલમાં ટ્રાય કરવા માટે એપીકે મિરર વેબસાઈટ પરથી લેટેસ્ટ બીટા વર્ઝન ડાઉનલોડ કરી શકાય છે..

print

Comments

comments

VOTING POLL