શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ ભાજપમાં વિધિવત પ્રવેશ કરે તેવા સંકેત

October 6, 2017 at 12:06 pm


કોંગ્રેસને ગુડબાય કરીને ભાજપ સાથે નાતો બાંધવા જઈ રહેલા ધારાસભ્યોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન ટાણે બાયડના ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં પ્રવેશ કરે તેવા સંકેતો ભાજપમાંથી મળી રહ્યા છે.
રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટાયેલા ધારાસભ્યો દ્વારા ક્રોસ વોટીંગ કરીને વિરોધ પ્રદર્ષિત કરેલ તે પૈકીના 14 ધારાસભ્યોને તાત્કાલિક અસરથી છ વર્ષ માટે 9-8ના બરતરફ કરવામાં આવ્યા હતા. તે પૈકીના મોટાભાગના ધારાસભ્યોએ ભાજપમાં પ્રવેશ કર્યો છે.

બાયડના ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલા સહિત ચારેક ધારાસભ્યો ભાજપ પ્રવેશ બાકી હતો તેવા સંજોગોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગામી મુલાકતા પૂર્વે ભાજપમાં પ્રવેશ કરે તેવા સંકેતો મળી રહ્યા છે.

print

Comments

comments

VOTING POLL