શંકરસિંહ વાઘેલા પ્રકરણ: કોંગ્રેસમાં યુધ્ધ વિરામ કે યુધ્ધ પહેલાની શાંતિ…?

July 11, 2017 at 7:19 pm


શંકરસિંહ વાઘેલા કોંગ્રેસ છોડે છે… કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહને તાત્કાલીક બદલવા માટે શંકરસિંહનું અલ્ટીમેટમ…. ભાજપ્ના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ સાથે શંકરસિંહની ડિનર ડિપ્લોમસી… શંકરસિંહ વાઘેલા એકાએક દિલ્હી પહોંચ્યા, રાષ્ટ્રીય નેતાગીરી સાથે મહત્વની બેઠકો… એનસીપીના રાષ્ટ્રીય નેતા શરદ પવાર સાથે શંકરસિંહ વાઘેલાની ડિનર ડિપ્લોમસી… એનસીપીના રાષ્ટ્રીય અગ્રણી અને નાગરિક ઉડયન વિભાગના ભુતપૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રફુલ પટેલ સાથે શંકરસિંહ વાઘેલાની ગુફતેગુ… શંકરસિંહ વાઘેલાના સત્તાવાર નિવાસ સ્થાન વસંત વગડા ખાતે કોંગ્રેસના વાઘેલા જુથના ધારાસભ્યો અને આગેવાનોની મહત્વની બેઠક મળી…

આ તથા આવી મતલબના સમાચારો જુન માસના પ્રથમ સપ્તાહથી ગુજરાતના અખબારોમાં લગભગ દરરોજ ચમકતા હતાં અને હેડલાઈનની જગ્યા મેળવી લેતાં હતાં. પ્રિન્ટની સાથે ઈલેકટ્રોનીક મીડીયામાં પણ શંકરસિંહ વાઘેલાને લગતા સમાચારો, ડિબેટ, મોટા ભાગનો સમય લઈ લેતા હતાં પરંતુ છેલ્લા એકાદ સપ્તાહથી શંકરસિંહ વાઘેલાનો ઈશ્યુ જાણે હાંસીયામાં ધકેલાઈ ગયો હોય અને કોંગ્રેસનો આંતરીક વિવાદ પુરો થઈ ગયો હોય તેમ આવા કોઈ સમાચારો પ્રિન્ટ કે ઈલેકટ્રોનીક મીડિયામાં જોવા કે સાંભળવા મળતા નથી. આ બાબતને ધ્યાનમાં રાખીને ગુજરાતના રાજકારણમાં એવા સવાલ પુછાઈ રહ્યા છે કે, શંકરસિંહ વાઘેલાના ઈશ્યુમાં શું યુધ્ધ વિરામ થયો છે ? કે યુધ્ધ પહેલાની આ શાંતિ છે ?

જ્યારે કોંગ્રેસના આંતરિક વિવાદ સપાટી પર આવ્યો હતો ત્યારે પણ કોંગ્રેસના પ્રદેશ કક્ષાના દિગ્ગજ નેતાઓ ‘આ મીડિયાનું કારસ્તાન છે આવું કશું છે જ નહિં’ તેવા જવાબો આપતા હતાં. પરંતુ લાખ પ્રયત્નો છતાં કોંગ્રેસ ‘કચરો જાજમ નીચે સંતાડવામાં’ સફળ નથી રહ્યું. કોંગ્રેસના આગેવાનો જે માનતા હોય તે પરંતુ આ પ્રશ્ર્નો હજુ વાતાવરણમાં ઘુમરાઈ રહ્યા છે. બે દિવસ અગાઉ દિલ્હીમાં કોંગ્રેસના પ્રદેશ નેતાઓ સાથે મોવડીઓની બેઠક હતી અને તેમાં શંકરસિંહ હાજર હતા. આ બેઠકમાં વાઘેલાના ઈસ્યુની ચચર્િ થઈ હતી પરંતુ બીજા દિવસે મિડીયાએ પણ તેને ખાસ કવરેજ આપ્યું નથી.

શંકરસિંહ વાઘેલાના ‘પોલીટીકલ રિપોર્ટ’ને ધ્યાનમાં રાખી રાજકીય નિરિક્ષકો એવું નિદાન કરી રહ્યા છે કે બાપુ લાંબાગાળાનું આયોજન ગોઠવીને પોતાની રાજકીય વ્યુહ રચના ઘડતા હોય છે અને જ્યાં સુધી પરિણામ ન આવે ત્યાં સુધી ઈશ્યુ બંધ થતો નથી. બાપુ સાથેની આ વાત જો સાચી હોય તો કોંગ્રેસના આંતરીક વિવાદમાં હાલ ‘અંગારા પર રાખ’ બાજી ગઈ છે અને ગમે ત્યારે નવેસરથી આ પ્રશ્ર્નો ઉભા થાય તેવી શકયતા નકારાતી નથી.
રાજકીય નિરીક્ષકોના જણાવ્યા મુજબ હાલ તો કોંગ્રેસના બન્ને જુથોએ તલવાર મ્યાન કરી દીધી છે પરંતુ રાજ્યસભામાં સભ્યોની ચુંટણી વખતે તે નવેસરથી જાગે અને ચુંટણીના પરિણામ પહેલા શંકરસિંહની અને કોંગ્રેસની સ્થિતિ અને વાતાવરણ સ્પષ્ટ થઈ જશે. રાજ્યસભાના ગુજરાતના ત્રણ સભ્યોની ટર્મ પુરી થાય છે. ભાજપના સ્મૃતિ ઈરાની, સિધ્ધપુરના દિલીપ પંડયા અને કોંગ્રેસના અહેમદ પટેલનો સમાવેશ થાય છે. મતની હાલની સ્થિતિ મુજબ ભાજપ્ના બે અને કોંગ્રેસના એક સભ્ય રાજ્યસભામાં ચુંટાઈ છે પરંતુ જો વાઘેલા બળવો કરીને ઉમેદવારી નોંધાવે તો કોંગ્રેસને સમ ખાવા પુરતી એક સીટ પણ ગુમાવવી પડે તેવી સ્થિતિ છે એટલું જ નહીં કોંગ્રેસના રાષ્ટ્રીય સ્તરના દિગ્ગજ નેતા અને સોનીયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલનું પત્તુ કપાઈ જાય તેમ છે. રાજ્યસભાની ચુંટણીનો કાર્યક્રમ અગાઉ જાહેર કરાયો હતો તે મુલતવી રખાયો છે અને હવે રાષ્ટ્રપતિની ચુંટણી બાદ નવેસરથી જાહેર કરવામાં આવશે.
વાઘેલા યુધ્ધ શ કરે ત્યારે પરિણામ ન આવે ત્યાં સુધી બેસતા નથી તેવી રાજકીય નિરીક્ષકોની તેમના પ્રત્યેની માન્યતા સાચી છે તેમ માનીને કોંગ્રેસનું હરિફ જુથ પણ ડેમેજ ક્ધટ્રોલના પ્રયાસમાં અત્યારથી જ લાગી ગયું છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ વાઘેલાએ ગુજરાત વિધાનસભાની આગામી ચુંટણીને ધ્યાનમાં રાખીને વિધાનસભા સીટ વાઈઝ ઓબ્ઝર્વરની નિમણુંક ઘણા સમય અગાઉ કરી હતી તેમાં વાઘેલાના એપિસોડ પછી 69-રાજકોટ સહિતની અનેક બેઠકોમાં ફેરફાર કયર્િ છે. વાઘેલા જો કોંગ્રેસ છોડે તો તેની સાથે 69-રાજકોટના નિરીક્ષક મારખીભાઈ મિસરા પણ જાય તેવી શકયતાના આધારે આ બેઠકની જવાબદારી ધરમભાઈ કાંબલીયાને સોંપવામાં આવી છે. પંચાયતોની ચુંટણીમાં લાંબા સમય સુધી કોંગ્રેસને વિજય અપાવવામાં ભરતસિંહ સોલંકી નિમિત્ત બન્યા છે અને આ બાબતે તેમના માટે સૌથી મોટો પ્લસ પોઈન્ટ બની રહેલ છે. પંચાયતોની ચુંટણીનું પુનરાવર્તન ભરતસિંહ સોલંકી વિધાનસભાની ચુંટણીમાં પણ કરશે તેવી આશા કોંગ્રેસના મોવડીઓને છે. પાટીદારો, દલીતો, ખેડૂતો સહિત સમાજના વિવિધ વર્ગના ઈશ્યુ ભાજપ સામે જડબુ ફાડીને બેઠા છે. અધુરામાં પુ જીએસટીની અમલવારી સામે વેપાર ઉદ્યોગમાં રોષ- વિરોધ, સુરતમાં વેપારીઓ ઉપર પોલીસનો લાઠીચાર્જ, લેન્ડ રિસર્વેમાં જમીનની માલિકી છીનવાઈ જાય તેટલી હદે થયેલા ગોટાળાઓ સહિતના મુદ્દાઓ ભાજપ માટે ચુંટણી સમયે ‘ભો માંથી ભાલા ઉગે’ તેવી સ્થિતિ સર્જવા માટેની લાયકાત ધરાવે છે. આ વાત બરાબર સમજતી કોંગ્રેસે પણ આ મુદ્દે આંદોલનો શ કયર્િ છે. ફી નિધર્રિણની જાહેરાત કયર્િ બાદ વાલીઓને અને યુવાનોને પોતાના તરફ આકર્ષવાની ભાજપ્ની રણનીતી હતી પરંતુ અધકચરા અમલના કારણે આ નિતીમાં ભાજપ કેટલું સફળ થાય છે તે જોવાનું રહેશે.

સામી બાજુ શંકરસિંહ વાઘેલા પણ ગુપચુપ રીતે પોતાના એજન્ડા પર આગળ વધતા હોય તેમ જણાઇ રહ્યું છે. તાજેતરમાં રાજકોટની મુલાકાતે આવેલા શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ ટ્રસ્ટના નરેશભાઇ પટેલ સાથે મુલાકાત કરી હતી અને આ બાબતની રાજકીય નિરીક્ષકો ભારે મહત્વની ગણી રહ્યા છે. સામાન્ય રીતે દર મંગળવારે ગાંધીનગરમાં શંકરસિંહ વાઘેલા પત્રકાર પરિષદ યોજતા હોય છે અને સમગ્ર સપ્તાહ દરમ્યાન બનેલી ઘટનાઓ ઉપર પોતાના વિચારો રજૂ કરી ભાજપ્ની ઝાટકણી કાઢતા હોય છે પરંતુ રાજકોટમાં તેમણે નરેશ પટેલ સાથે શું વાત કરી ? તેવા મિડીયાના પ્રશ્ર્નોના જવાબ પર વાઘેલાએ મૌન ધારણ કરવાનું પસંદ કર્યું હતું.

કોંગ્રેસના રાષ્ટ્રીય અને પ્રદેશ કક્ષાના નેતાઓને પોતાના ટવીટર એકાઉન્ટ પર શંકરસિંહ વાઘેલાએ અનફોલો કયર્િ બાદ વાઘેલાની નારાજગીનો ઈશ્યુ બહાર આવ્યો હતો. હવે વાઘેલા નવો રાજકીય દાવ ખેલે ત્યારે તેને કોણ ફોલો કે અનફોલો કરે છે ? તેના પર સૌકોઈ મીટ માંડીને બેઠું છે.
શંકરસિંહ વાઘેલા કોંગ્રેસ છોડીને ભાજપમાં જશે ? નવો પક્ષ રચશે ? કે પોતાના પુત્ર મહેન્દ્રસિંહને ભાજપમાં ભેળવીને શંકરસિંહ ‘સાયલન્ટ મોડ’માં આવી જશે તેવા સવાલો ગુજરાતના રાજકારણમાં જોરશોરથી પુછાઈ રહ્યા છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ તો એકથી વધુ વખત શંકરસિંહ વાઘેલાને ભાજપમાં જોડાવા માટે જાહેરમાં આમંત્રણ આપી ચુકયા છે. અમીત શાહની મુલાકાત વખતે શંકરસિંહ વાઘેલાની તેમની સાથેની મીટીંગ અને દિલ્હીની ફલાઈટમાં બન્નેનો એક સાથે પ્રવાસ થયા બાદ શંકરસિંહ ભાજપમાં જાય છે તેવી અટકળો વહેલી થઈ હતી પરંતુ હજુ સુધી આવું કશું થયું નથી.

print

Comments

comments

VOTING POLL