શનિવારે અષાઢી બીજઃ આખો માસ વ્રત-તહેવારો

July 11, 2018 at 8:16 pm


શનિવારે અષાઢી બીજનો પાવન દિવસ છે. અષાઢ માસની શરૂઆત સાથે આખો માસ વ્રત-તહેવારો ચાલશે. જો કે, અષાઢથી કારતક મહિના સુધી તહેવારોની મોસમ ચાલશે.
જેઠ વદ અમાસ અષાઢી નવરાત્રી શરૂ તા.13-7-18 શુક્રવાર
અષાઢી નવરાત્રી 21-7-18 શનિવારે
દેવપોઢી એકાદશી તા.23-7-18 સોમવાર
જયા પાર્વતી વ્રત તા.25-7થી
ગુરૂપૂણિર્મા તથા ચંદ્ર ગ્રહણ તા.27-7થી
જયા પાર્વતિનું જાગરણ તા.30-7-18 સોમવાર
અંગારકી ચોથા તા.31-7-18 મંગળવાર
લોહાણાની નાગ પાંચમ તા.2-8-18 ગુરૂવાર
કામીકા એકાદશી તા.7-8-18 મંગળવાર
દિવાસો જાગરણ તા.11-8-18 શનિવાર છે તેમ શાસ્ત્રી રાજદીપ જોષીએ જણાવ્યું હતું.
શાપર-વેરાવળમાં અષાઢી બીજ ઉત્સવ
શ્રી ઘેડિયા કોળી સમાજ ટ્રસ્ટ પારડી (શાપર-વેરાવળ) દ્વારા દર વર્ષેની જેમ આ વર્ષે પણ અષાઢી બીજ ઉત્સવનો કાર્યક્રમ રાખેલ છે. તેમજ બપોરના 2.30 વાગે રામદેવજી મહારાજના સામૈયા ધ્વજા રોહણ તેમજ 5.30 વાગે બટૂક ભોજન મહાપ્રસાદ તેમજ સાંજે પાટ દર્શન અને સંતવાણીનો કાર્યક્રમ રાખેલ છે તો રાજકોટ જિલ્લામાં વસતા દરેક ઘેડિયા કોળી સમાજના જ્ઞાતિજનોએ હાજરી આપવી ઘેડિયા કોળી સમાજ ટ્રસ્ટ વતી મુકેશભાઈ આર.કેશવાળાની યાદીમાં જણાવાયું છે.
ગાંધીગ્રામમાં આવેલ રામાપીરના મંદિરે અષાઢી બીજ મહોત્સવ
રાજુભાઈ જેઠવા (બાબરાવાળા)ની આગેવાની હેઠળ જન ક્ષત્રિય મોચીસમાજ એકતા દ્વારા અષાઢી બીજ મહોત્સવનું આયોજન હેઠળ થયેલ રામાપીરના મંદિરનું નવનિમાર્ર તથા સમાજની વાડીનું ભવ્ય કાર્ય કરેલ છે. આ કાર્ય પૂર્ણ થયા બાદ પ્રથમ અષાઢી બીજની ઉજવણી કરવાની તો આ ઉજવણીમાં સર્વે ભકતજનોને તથા મોચી જ્ઞાતિજનોને પધારવા જણાવાયું છે. ભકતજનોને જણાવવાનું રામાપીરની શોભાયાત્રામાં સર્વે ભકતો હાજર રહેવું ધજા પૂજન, 14-7-18ને શનિવાર સવારે 7.30 કલાકે શોભાયાત્રા શનિવારે સવારે 9.30 કલાકે મહાપ્રસાદ 14-7-18ને શનિવારે સાંજે 6 કલાકે તેમજ ભવ્ય સંતવાણી શનિવારે રાત્રે 10 કલાકે તેમજ રાત્રે રામાપીરના પાઠનું આયોજન કરવામાં આવેલ છે. રામાપીર ચોકડી, 150 ફૂટ રિ»ગરોડ, ગાંધીગ્રામ રાજકોટ ખાતે સર્વ ધર્મપ્રેમી ભકતો તથા મોચી જ્ઞાતિ સમાજને અષાઢી બીજ મહોત્સવમાં ભાગ લેવા માટે જન ક્ષત્રિય મોચી સમાજ એકતાના પ્રમુખ કલ્પેશભાઈ ચાવડાની યાદી જણાવે છે.

print

Comments

comments

VOTING POLL