શરત હાર્યા બાદ કેનેડાની ટેનિસ સુપરસ્ટાર ગઈ ફેન સાથે ડેટ પર

February 17, 2017 at 6:34 pm


કેનેડાની ટેનિસ સુપરસ્ટાર યુજિની બુશા ટ્વિટર પર તેના એક ચાહક સામે શરત હારી ગઈ હતી. ત્યાર બાદ તે તેના ફેન સાથે ડેટ પર ગઈ. તેણે તેની તસવીરો પણ શેર કરી છે. બુશાએ યુએસ સુપર બોલની એક મેચ દરમિયાન ફેન સાથે શરત લગાવી હતી. શરત હાર્યા બાદ તેણે તેનો વાયદો પૂરો કર્યો અને ફેન સાથે ડેટ પર ગઈ.

વાસ્તવમાં બુશાએ સુપર બોલની એટલાન્ટા ફેલ્કન અને ઇંગ્લેન્ડ પેટ્રિયટ્સ વચ્ચેની મેચ દરમિયાન શરત લગાવી હતી એ વખતે ફેલ્કનની ટીમ 21-0થી આગળ હતી. ત્યારે બુશાએ ટ્વીટ કરી એટલાન્ટાના જીતવાની ભવિષ્યવાણી કરી હતી, પરંતુ પેટ્રિયટ્સના ફેન જોન ગોરકે પેટ્રિયટ્સ જીતશે તેવો દાવો કર્યો હતો. ગોરકે કહ્યું કે, જો પેટ્રિયટ્સ જીતશે તો બુશા તેની સાથે ડેટ પર આવશે તેવી શરત લગાવ્યા બાદ મેચની બાજી પલટાઈ ગઈ અને અંતમાં પેટ્રિયટ્સે જોરદાર કમબેક કરી મેચ 34-28થી જીતી લીધી.

print

Comments

comments

VOTING POLL