શર્લિન સાથે પતિના ઇન્ટિમેટ સીન જોઇને સંભાવના ભડકી

February 17, 2017 at 7:59 pm


ગયા વર્ષે પોતાના બોયફ્રેન્ડ અવિનાશ દ્રિવેદી સાથે લેતર સંબંઘમાં જોડાનાર એકટ્રેસ સંભાવના શેઠ હાલના સમયમાં પોતાના પતિથી ખૂબ જ નારાજ છે. સંભાવનાની નારાજગીનું કારણ છે કામસૂત્ર ગર્લ શર્લિન ચોપરા સાથે અવિનાશની નિકટતા.
અવિનાશ છેલ્લા કેટલાક દિવસોથી શર્લિન સાથે ફિલ્મ ‘ચમેલી’નું શૂટિંગ કરી રહ્યો છે. ફિલ્મનાં એક રોમેન્ટિક સીન દરમ્યાન કેપ્ચર કરવામા આવેલા અવિનાશ અને શર્લિનનાં બોલ્ડ ફોટોગ્રાસને જોયા પછી સંભાવના પોતાના પતિ અને શર્લિન પર ગુસ્સે થઈ છે.
નવભારતટાઈમ્સ ડોટકોમ સાથે થયેલી વાતચીતમાં સંભાવનાએ કહ્યું હતું કે, ‘હા, હત્પં આ ફોટા જોઈને અપસેટ છું. હત્પં હવે એક પત્ની પણ છું. કોને ગમશે કે તેનો પતિ શર્લિન જેવી ‘કામસૂત્ર ગર્લ’ સાથે આટલા બોલ્ડ અને ઈન્ટિમેટ સીન કરે. જુઓ મારાથી એ સહન નથી થતું. હત્પં કોઈ શર્લિનથી ડરતી નથી પરંતુ હત્પં પણ એક ક્રી છું અને પોતાના પતિને લઈને પઝેસિવ તો રહેવું જ પડશે ને.’
આ મામલે અવિનાશનું કહેવું છે કે, ‘સંભાવના જાણતી હતી કે મારે ફિલ્મમાં થોડા બોલ્ડ સીન કરવાના છે પરંતુ એને એ નહોતી ખબર કે તે આટલા બોલ્ડ અને ઈન્ટિમેટ હશે. પત્ની હોવાની દ્રષ્ટ્રીએ તેને ખરાબ લાગી રહ્યું છે પરંતુ હવે શું કરી શકાય. સંભાવનાએ સમજવું પડશે કે બંન્ને એક જ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા છે. સૌથી પહેલા આ ફિલ્મની સ્ક્રિપ્ટ સંભાવનાને જ ગમી હતી, એટલે જ મેં ફિલ્મ કરવાની હા પાડી હતી.’

print

Comments

comments

VOTING POLL