શહેરના સસ્તા અનાજના ૨૪૫ વેપારીઓએ કરેલી ઇચ્છા મૃત્યુની માગણ

March 13, 2018 at 3:43 pm


સોફટવેરમાં વારંવાર થઈ રહેલા ફેરફારને કારણે રાજકોટના સસ્તા અનાજના વેપારીઆે ત્રાહિમામ પોકારી ઉઠયા છે. હવે જો આ પ્રñનું નિરાકરણ તા.31 માર્ચ સુધીમાં ન આવે તો અમને તમામને ઈચ્છા મૃત્યુની મંજૂરી આપશો તેવી માગણી સાથેનું આવેદનપત્ર સસ્તા અનાજના વેપારીઆેના સંગઠન દ્વારા આજે કલેકટર કચેરીએ આપવામાં આવ્યું હતું.

જિલ્લા પુરવઠા તંત્ર સમક્ષની રજૂઆતમાં સસ્તા અનાજના વેપારીઆેના સંગઠનના આગેવાનો નરેન્દ્રભાઈ ડવ, …સહિતનાઆેએ જણાવ્યું હતું કે, દર છ-છ મહિને સોફટવેર બદલવામાં આવે છે. એક ગ્રાહકનું બિલ બનાવવામાં અને થંબ ઈમ્પ્રેશન મેળવવામાં અડધો કલાક થઈ જાય છે અને તેના કારણે અમારે ગ્રાહકો સાથે સીધી જ અથડામણમાં ઉતરવું પડે છે. આ સંદર્ભે અવારનવાર સરકારી તંત્રમાં રજૂઆત કરવામાં આવી છે પરંતુ અમારી કોઈ માગણીનો પ્રતિસાદ હજુ સુધી સાનુકુળ રીતે મળ્યો નથી. રોજેરોજની આ માથાઝીકના કારણે સસ્તા અનાજના વેપારીઆેમાંથી મોટાભાગનાને બ્લડપ્રેશર, ડાયાબિટીસ જેવા ગંભીર રોગની બિમારી આવી ગઈ છે.

વેપારીઆેએ વધુમાં જણાવ્યું હતું કે, જો સોફટવેરમાં સુધારો નહી થાય અને અમને ઈચ્છા મૃત્યુની મંજૂરી આપવામાં નહી આવે તો રાજકોટના સસ્તા અનાજના તમામ વેપારીઆે તા.1 એપ્રિલના રોજ નવી કલેકટર કચેરી ખાતે એકત્ર થશે અને અહીથી પદયાત્રા કાઢીને સિવિલ હોસ્પિટલમાં સામૂહિક રીતે ઈન્ડોર પેશન્ટ તરીકે દાખલ થઈ જશે અને અમારું મૃત્યુ થાય તેવા ઈન્જેકશન આપવા માટે ડોકટરોને વિનવણી કરવામાં આવશે.

જિલ્લા પુરવઠા અધિકારીને સંબોધીને પાઠવાયેલા આવેદનપત્રમાં જણાવાયા મુજબ બપોર પછી તો નવો સોફટવેર કામ જ કરતો નથી. આ સંદર્ભે ગાંધીનગર ખાતે પણ રજૂઆત કરવામાં આવી છે. આખો દિવસ દુકાન ચાલુ રાખવા છતાં માંડ 10થી 15 ગ્રાહકોના થંબ ઈમ્પ્રેશન લઈ શકાય છે. 25 ટકા જેટલા રેશનકાર્ડ ખૂલતા જ નથી. 50 ટકા જેટલા રેશનકાર્ડ ધારકોના આધારકાર્ડ ઉઘરાવીને પુરવઠા કચેરીને જમા કરાવ્યા હોવા છતાં તેમનું લિંકઅપ થયું નથી. અમે સમાજનું એક અંગ છીએ તે સ્વીકારવાના બદલે અમારી સાથે માણસના બદલે મસીન જેવો વ્યવહાર કરવામાં આવે છે. છેલ્લા સાત વર્ષથી આ પ્રકારનો ત્રાસ અમારા પર ગુજારવામાં આવે છે. અધુરામાં પુરું ઝોનલ-1 અને ઝોનલ-2ના અધિકારીઆે સતત ત્રાસ આપી રહ્યા છે. આ તમામ સમસ્યાઆેનું નિરાકરણ લાવવું જરૂરી છે.

print

Comments

comments

VOTING POLL