શહેરમાં ગેરકાયદેસર બાંધકામોનો રાફડો છતાં મનપાને નડયું હનુમાનજીનું મંદિર…!

May 16, 2018 at 4:29 pm


મહાનગરપાલિકાના શાસકોની ગેરકાયદેસર બાંધકામો દુર કરવા અંગેની બેધારી નીતિ સામે કાેંગ્રેસના કાર્યકારી પ્રમુખ મહેશ રાજપુતે અવાજ ઉઠાવ્યો છે.

નિવેદનમાં મહેશ રાજપુતે કહ્યું છે કે, ગઈકાલે મહાપાલિકાના સતાધીશોએ વોર્ડ નં.7 ઢેબર રોડ વન-વે ઉપર રામભકત હનુમાનજીની દેરી તોડી પાડી હતી. તેજ રીતે કોર્પોરેશનના સતાધીશોને કહ્યું છે કે, વોર્ડ નં.7માં મોટી ટાંકી ચોકમાં ગેરકાયદેસર થઈ રહેલ બાંધકામ આજ રીતે તોડી પાડશો કે કેમ ં આવા અન્ય ગેરકાયદેસર બાંધકામો ચાલી રહ્યા છે ત્યારે માત્ર મેઈન રોડ પરના હનુમાનજી દેખાણા પરંતુ રેસીડેન્સમાં રાતોરાત થયેલા કોમશિર્યલ ગેરકાયદેસર બાંધકામ કેમ દેખાઈ નથી આવતા ં જો આ સતાધીશો ખરેખર નિયમોનું પાલન કરવું હોય તો મોટા મોટા ગેરકાયદે બાંધકામો દુર કરવા જોઈએ. તેમણે કહ્યું છે કે, શહેરના ઘણાં વિસ્તારોમાં તંત્રની આંખ નીચે ગેરકાયદેસર બાંધકામો થયા છે અને હજુ આકાર લઈ રહ્યા છે પરંતુ તેને અટકાવવાની તસ્દી લેવામાં આવતી નથી. અનેક મોટા માથાઆેએ ઉઘાડે છોગ કરેલા ગેરકાયદેસર બાંધકામો તંત્રની નજરમાં આવતા નથી અને હનુમાનજીની નાની દેરી તોડી પાડવામાં આવે છે. મહેશ રાજપુતે અંતમાં જણાવ્યું છે કે, મહાપાલિકાની આવી બેધારી નીતિ સામે રોષ વ્યાપી ગયો છે અને કાેંગ્રેસ આ રોષનો પડઘો પાડશે. જરૂર પડયે આવા ગેરકાયદેસર બાંધકામો અટકાવવા માટે અને તોડી પાડવા માટે હાઈકોર્ટનો આશરો લેવો પડે તો લઈશું.

print

Comments

comments

VOTING POLL