શહેરમાં ચાઈનીઝ દોરીઅને તુક્કલ વેચતા વેપારીઆેને ત્યાં પોલીસના દરોડાઃ એકની ધરપકડ

January 12, 2019 at 3:44 pm


શહેરમાં મકરસંક્રાંતિ પૂર્વે પોલીસે અલગ અલગ વિસ્તામરાં પતંગ અને દોરા વહેચતા વેપારીઆેને ત્યાં ચેકિંગ હાથ ધર્યુ હતું ચાઈનીઝ તુક્કલ અને દોરી વહેચતાં વેપારીઆેને ત્યાં પોલીસ ચેકિંગ દરમિયાન ગાંધીગ્રામ પોલીસે બજરંગવાડી રાજીવનગર પાસેથી એક વેપારીને 115 ચાઈનીઝ તુક્કલ અને 116 નંગ ચાઈનીઝ દોરીવાળી ફીરકી સાથે ઝડપી લીધો હતો.આજી ડેમ, ભિક્તનગર, થાેરાળા, એ ડિવિઝન, બી ડિવિઝન તેમજ કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર તથા પીએસઆઈ અને સ્ટાફ દ્વારા જુદી જુદી ટીમો બનાવી, પતંગ દોરા વહેંચતા વેપારીઆેને ત્યાં ચેકિંગ કરવામાં આવેલ હતું.શહેરના સોરઠિયાવાડી, ગાેંડલ રોડ વિસ્તાર, આજીડેમ, કોઠારિયા રોડ, રણછોડનગર, સંત કબીર રોડ, નવાગામ, પરાબજાર, ત્રિકોણબાગ, ભુતખાના ચોક, કેનાલ રોડ, ગુંદાવાડી વિસ્તાર વિગેરે જગ્યાઆેએ પતંગ અને દોરા વહેંચતા, વેપારીઆેની દુકાનમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવેલ હતું.ચાઈનીઝ દોરા અને તુક્કલ વહેંચવામાં આવે તો, લોકોને ઈજા થવાનો સંભવ હોય, વેપારીઆે પણ ચાઈનીઝ દોરા અને તુક્કલના વહેંચે એ બાબત પોલીસ દ્વારા સમજાવવામાં પણ આવ્યા હતા. ગાંધીગ્રામ પોલીસે ચેકિંગ દરમિયાન રાજીવનગર શેરી નં.6 બજરંગવાડી પાસે એસ સીઝન સ્ટોર નામની દુકાનમાંથી નાસીરખાન મહોમદખાન પઠાણ પાસેથી ચાઈનીજ તુક્કલનો જથ્થાે મળી આવતા તેની ધરપકડ કરી ચાઈનીઝ તુક્કલ નં.115 કિ.રૂા.2300, ચાઈનીજ દોરી ફીરકી નંગ 16 કિ.રૂા.4800 તેમજ આમ ચાઈનીઝ તુક્કલ નંગ 115 તથા ચાઈનીઝ દોરીની ફીરકી નંગ 16 મળી કુલ કિ.રૂા.7100નો મુદામાલ કબજે કર્યો હતો. ગાંધીગ્રામ પોલીસ મથકના પીએસઆઈ રાજદીપસિંહ જાડેજા, રાહુલભાઈ વ્યાસ, વનરાજભાઈ લાવડિયા, કિશોરભાઈ ઘુઘુલ, કનુભાઈ બસિયા, દિવ્યરાજસિંહ જાડેજા, શૈલેષભાઈ કગથરા, દિનેશભાઈ વહાણિયાએ કામગીરી કરી હતી.

print

Comments

comments

VOTING POLL