શહેરમાં પરમ દી’ હાદિર્ક પટેલનો રોડ શો, મહાસભા

May 19, 2017 at 1:56 pm


501 કારના કાફલા સાથેની ન્યાય યાત્રા લઇ હાદિર્ક 21મી એ સાંજે ભાવનગર પહાેંચશે
હાદિર્કને આવકારવા અનામત માટે લડી રહેલા પાટીદારોમાં જબરો ઉત્સાહ, કારોનો કાફલો, બાઇકો અને અશ્વ રેલીમાં જોડાશે ઃ હાદિર્ક મુખ્ય માર્ગો પર કરશે રોડ શો ઃ પ્રગતિ મંડળની વાડીના મેદાનમાં સભાનુ આયોજન ઃ હજુ સુધી તંત્ર દ્વારા મંજુરી નહી, કાર્યક્રમ યોજવા પાટીદારો મકકમ
સાંજે 5 વાગે માધવરત્ન ખાતે વરૂણ પટેલના અધ્યક્ષ સ્થ્ાાને 21મીના કાર્યક્રમ સંદર્ભે પાટીદારોની મીટીગ

પાટીદાર અનામત આંદોલન સમિતિના મુખ્ય સંયોજક હાદિર્ક પટેલ તા. 21મી એ ભાવનગરમાં રોડ શો કરી સભા સંબોધશે. જો કે તંત્ર દ્વારા હજુ આ કાર્યક્રમને મંજુરી અપાઇ નથી. તેમ છતાં ‘પાસ’ દ્વારા તૈયારીઆે હાથ ધરાઇ છે. જો તંત્ર મંજુરી ન આપે તો નિયત કાર્યક્રમ યોજવા પાટીદારો મકકમ હોવાનુ જણાય છે. ભાવનગર શહેરમાં પ્રથમવાર જ જાહેર કાર્યક્રમ કરવા આવી રહેલ હાદિર્ક પટેલનું પાટીદાર સમાજ ઉપરાંત અન્ય સમાજના લોકો પણ સ્વાગત-સન્માનક કરે તખ્તાે ઘડાઇ રહયો છે. હાદિર્કના આગમનના પગલે અનામત માટે લડી રહેલા પાટીદારોમાં જબ્બરો ઉત્સાહ જોવા મળી રહયો છે. કહી શકાય કે ટેમ્પો જામ્યો છે ! ઉલ્લેખનીય છે કે, હાદિર્ક પટેલના રોડ શો અને રેલી માટે જે સ્થળની પસંદગી થઇ છે તે વિસ્તાર પòીમ વિધાનસભામાં એટલે કે ધારાસભ્ય એવમ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીના ગઢમાં આવેલો છે. આમ પાટીદાર આંદોલનકારીઆે પોતાના હકક-હિસ્સા માટે રોડ શો અને સભા કરવા સાથે ભાજપના પ્રદેશ પ્રમુખના ગઢમાં નગારે ઘા કરશે !
21મી એ બોટાદના લાઠીદડમાં કાર્યક્રમ પુર્ણ કરી હાદિર્ક પટેલ તથા ‘પાસ’ના હોદ્દેદારો રેશ્મા પટેલ, અતુલ પટેલ તેમજ હાદિર્ક સાથે રાજદ્રાેહના કેસમા જેલમાં ગયેલ નિલેશ હેરવાડીયા સહિતના આગેવાનો ફોર વ્હીલના કાફલા સાથે ભાવનગરમાં સાંજે 4 કલાકે પ્રવેશ કરશે. અહી ગઢેચી વડલા ખાતે હાદિર્ક પટેલનું સ્વાગત કરી રેલી સ્વરૂપે આરટીઆે સર્કલમાં સરદાર પટેલની પ્રતિમાં તેમજ નિલમબાગ સર્કલમાં ભાવનગરના રાજવી કૃષ્ણકુમારસિંહજી ગોહિલની પ્રતિમાને ફºલહાર કરી આ રેલી ડેરી રોડ, વિજયરાજનગર અને જવેલ્ર્સ સર્કલ થઇ ગોપાલજીની હવેલી સામે આવેલ પ્રગતિ મંડળના ગ્રાઉન્ડમાં સભામાં ફેરવાઇ જશે. બોટાદ ‘પાસ’ના કન્વીનર દિલીપ સાંબવાએ ‘આજકાલ’ ને જણાવ્યુ હતુ કે, લાઠીદડથી 21મી સવારે હાદિર્ક પટેલ અને ‘પાસ’ ના અન્ય હોદ્દેદારો 501 કારના કાફલા સાથે ન્યાય યાત્રા સ્વરૂપે ભાવનગર રવાના થશે.
ભાવનગર ‘પાસ’ના પ્રવકતા પ્રતાપભાઇ પટેલે ‘આજકાલ’ ને જણાવ્યુ હતુ કે, હાદિર્ક પટેલના રોડ શો અને સભા માટે તંત્ર પાસે 8 દિવસ પુર્વેથી મંજુરી મંગાઇ છે. પરંતુ સહકાર મળતો નથી. આજે શુક્રવારે બપોર બાદ હજુ એક વખત તંત્ર વાહકો પાસે મંજુરી માંગવા જવાના છીએ. તેમણે ઉમેર્યું હતુ કે તંત્ર મંજુરી ન આપે તો કાર્યક્રમ કરવાના જ છીએ. સમાજના હકક માટેની આ રેલી અને સભા છે. તેમણે એમ પણ જણાવ્યુ હતુ કે, ભાવનગરમાં હાદિર્ક પટેલને આવકારવા પાટીદાર ઉપરાંત અન્ય સમાજના લોકો પણ ઉત્સુક છે અને રેલી દરમ્યાન માર્ગો પર હાદિર્ક પટેલનું સ્વાગત પણ થનાર છે. પાટીદાર સમાજ દ્વારા 100થી વધુ કાર, સંખ્યાબંધ બાઇકો અને 10 અશ્વાે દ્વારા સમાજના યુવા નેતા હાદિર્ક પટેલને આવકારવામાં આવશે.

લાઠીદડમાં અધિકાર સભા, 51 યુવાનો મુંડન કરાવશે

ભાવનગરમાં 21મી એ હાદિર્ક પટેલના શકિત પ્રદર્શન પુર્વે બોટાદના લાઠીદડમાં 20મી એ સાંજે 5 વાગે અધિકાર સભાનુ આયોજન થયુ છે. બોટાદ ‘પાસ’ના ઉપક્રમે આયોજીત આ અધિકાર સભામાં હજારોની સંખ્યામાં પાટીદાર ઉપરાંત સર્વ જ્ઞાતિના લોકો ઉપિસ્થત રહી નાગરીક અધિકારીતાની માંગ બુલંદ બનાવશે. ખાસ કરીને અનામત માટેની આ લડાઇમાં અન્ય જ્ઞાતિના-અનામતથી વંચિત લોકો પણ આ અધિકાર સભામાં જોડાનાર હોવાનું જણાવાયું છે. બોટાદ ‘પાસ’ના કન્વીનર દિલીપ સાંબવાએ જણાવ્યુ હતુ કે, સમાજના અધિકાર માટે સભા કે રેલીને તંત્ર મંજુરી નહી આપી અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહયુ છે. આથી તંત્ર વાહકો અને સરકાર સામે અવાજ ઉઠાવવા અધિકાર સભાનું આયોજન કરાયું છે. જેમાં હાદિર્ક પટેલ ઉપિસ્થત રહી સભાને સંબોધશે. આ સાથે રેશ્માબેન પટેલ, અતુલભાઇ પટેલ તેમજ નિલેશ હેરવાડીયા સહિતના આગેવાનો પણ ઉપિસ્થત રહેનાર છે. તેમણે ઉમેર્યું હતુ કે, સરકારના અન્યાય સામે 51 પાટીદાર યુવાનો માથે મુંડન કરાવી વિરોધ સાથે આક્રાેશ જતાવશે. 21મી એ સવારે 10.30 કલાકે અહી લાઠીદડથી 501 કારના કાફલા સાથે ન્યાય યાત્રા રૂપે હાદિર્ક પટેલ અને કાફલો ભાવનગર રવાના થશે.

print

Comments

comments

VOTING POLL