શહેરમાં પવનની સાથે અનેક વિસ્તારોમાં વરસાદથી ઠંડક

August 12, 2017 at 11:40 am


અમદાવાદ શહેરમાં કેટલાક દિવસોના વિરામ બાદ અસહ્ય ઉકળાટના અંતે વરસાદનુ ફરી એક વખત આગમન થતા શહેરના પૂર્વના અને પશ્ચિમઝોનના વિસ્તારો તેમજ ઉત્તરઝોનમાં શાહીબાગ વિસ્તારમાં પવન સાથે વરસેલા વરસાદી ઝાપટાને પગલે વાતાવરણમા ઠંડક પ્રસરી જવા પામી હતી. ગત મોડી રાતે તથા આજે સવારે પણ શહેરના કેટલાંક વિસ્તારોમાં જારદાર ઝાપટું પડી ગયું હતું. નોંધપાત્ર બાબત એ જાવા મળી કે માત્ર ૧.૭૬ મીલીમીટર જેટલા પડેલા વરસાદમા પણ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયેલા જાવા મળ્યા હતા.શહેરમા મોસમનો સરેરાશ વરસાદ ૮૭૬.૪૮ મીલીમીટર થવા પામ્યો છે.

આ અંગેની વિગત એવી છે કે,અમદાવાદ શહેરમાં કેટલાક દિવસોના વિરામ બાદ આજે સવારથી વાતાવરણમાં પલટો આવેલો જાવા મળ્યો હતો. વાદળોથી ઘેરાયેલા આકાશની વચ્ચે અસહ્ય ઉકળાટ પણ અનુભવાયો હતો. દરમિયાન ગઈકાલે બપોરના સમયે શહેરના અનેક વિસ્તારો ખાસ કરીને પૂર્વ અને ઉત્તરઝોનમાં આવેલા શાહીબાગ વિસ્તારમાં પવન સાથે વરસાદી ઝાપટુ પડતા રોડ ઉપર પાણી ભરાઈ જવા પામ્યા હતા.આ સાથે જ પશ્ચિમઝોનમાં નવરંગપુરા,આશ્રમ રોડની સાથે નવા પશ્ચિમઝોનમાં ગોતા,વેજલપુર,જીવરાજપાર્ક સહીતના વિસ્તારોમાં પડેલા વરસાદી ઝાપટાને પગલે વાતાવરણમા ઠંડક પ્રસરી જવા પામી હતી.

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્યરત એવા ટાગોર કંટ્રોલરૂમ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર,આજે બપોરે ચાર કલાક સુધીમાં શહેરમાં સરેરાશ ૧.૭૬ મીલીમીટર જેટલો વરસાદ વરસવા પામ્યો હતો.આ સાથે જ અમદાવાદ શહેરમાં મોસમનો અત્યાર સુધીનો કુલ સરેરાશ વરસાદ ૮૭૬.૪૮ મીલીમીટર થવા પામ્યો છે.શહેરના મધ્યઝોનમાં ત્રણ જેટલા મકાનો કે તેનો ભાગ ભયજનક હોવાની તંત્રને ફરીયાદ મળવા પામી છે જે પૈકી એકનો નિકાલ કરવામા આવ્યો છે.વાસણા બેરેજ ખાતે પાણીની સપાટી ૧૩૩.૭૫ ફૂટ નોંધાવા પામી છે. બેરેજના તમામ દરવાજા બંધ છે.

print

Comments

comments

VOTING POLL