શહેરમાં શ્રાવણિયા જુગારની મોસમ ખીલી

August 12, 2017 at 1:45 pm


જુગારીયાઓની મોસમ એટલે શ્રાવણ માસ હોય તેમ શ્રાવણ માસમાં ભગવાનની ભકિત કરવામાં કેટલાક લોકો લીન રહે છે ત્યારે કેટલાક પત્તાપ્રેમીઓ જાહેર શ્રાવણીયો જુગાર રમવામાં લીન બન્યા હોય તેમ ખાવા પીવાનું ભુલી રાત રાતભર ઉજાગરા કરતા હોય છે. શ્રાવણ માસ એટલે જુગારીયાઓની મોસમ હોય તેમ અને આ તકનો લાભ લઈ પોલીસ પણ કેટલીક જગ્યાએ મીઠી નજર હેઠળ મોટી રકમ કમાવાનો મોટો રસ્તો મળી ગયો હોય તેમ અને કેટલાક સ્થળોએ સેટિંગ નહીં થતાં જુગારનો કેસ કરી ઉચ્ચ અધિકારીઓને કામગીરી કર્યાનો ખ્યાલ પણ આપતા હોય છે અને પત્તાપ્રેમીઓ પણ પોતાને ખબર હોય છે કે જુગારનો કેસ જામીનલાયક હોવાથી પોલીસ કેસ કરી બાદમાં નાની મોટી રકમની ગોઠવણ કરી જામીન પર છૂટી ફરી મકાનની ચાર દીવાલો વચ્ચે પાંચ–સાત પત્તાપ્રેમીઓ ભેગા થઈ ફરી જુગારની મજા માણવાનું શરૂ કરી દેતાં હોય છે.
ઉચ્ચ અધિકારીઓ દ્રારા સમાજમાંથી દારૂ જુગારને નેસ્તનાબૂદ કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવતા હોવા છતાં કેટલાક પોલીસ સ્ટાફની કમાઈનું સાધન બધં થઈ જાય તેવા ખ્યાલ માત્રથી પણ તેઓ કેટલાક નામીચા બુકીઓની સાથે સાંઠગાંઠ રાખી છાનાખુણે કોઈને પણ જાણ ન થાય તેમ પોલીસની મીઠી નજર હેઠળ જુગાર રમાડવાની પરમિશન આપવામાં આવતી હોય છે.
ગત અઠવાડિયે તો શહેરની મધ્યમાં આવેલા એક પોલીસ સ્ટેશનના સ્ટાફે તો હદ કરી દીધી હતી કેમ કે શહેરના પોશ ગણાતા એક વિસ્તારમાં પોલીસે મોડી રાત્રીના દરોડો પાડયો અને મોટો જુગારનો કેસ બનાવવા અને સેટિંગ નહીં થતાં એપાર્ટમેન્ટમાં ફલેટમાં જુગાર રમતા કેટલાક લોકોના વાહનો તથા ઘરમાં કબાટમાં પડેલ રોકડા રૂપિયાને પણ જુગારના મુદ્દામાલ સાથે ભેળવી મોટો કેસ (કવોલિટી કેસ) બનાવી દીધો હતો. મોડીરાત્રીના કેસ કર્યા બાદ જામીન પર છોડવા પણ મોટી રકમની માગ કરી હોવાની પણ ચર્ચાએ જોર પકડયું હતું.
ત્યારબાદ મોટી રકમ આપવાનો પકડાયેલા જુગારીઓ દ્રારા ઈનકાર કરી દેવામાં આવતા પોલીસ સ્ટાફ દ્રારા એવી પણ ધમકી આપવામાં આવી હતી કે ૧૫૧ની કલમ હેઠળ ફરી ધરપકડ કરી ૨૪ કલાક ફરી લોકઅપમાં રાખવા પડશે તેવું પણ જાણવા મળ્યું હતું

print

Comments

comments

VOTING POLL