શહેરમાં 25 ટકા હોટલો-રેસ્ટોરા હેલ્થ લાયસન્સ વગર ચાલી રહી છે

February 17, 2017 at 10:56 am


અમદાવાદ શહેરને જ્યાં એક તરફ સ્માર્ટસિટી પ્રાેજેકટ હેઠળ વિકાસ તરફ આગળ લઈ જવાની વાત કરવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ અમદાવાદ શહેરમાં 25 ટકાથી પણ વધુ હોટલો અને રેસ્ટોરાઆે વગર લાયસન્સે ચાલી રહી છે. આ અંગેની વિગત એવી છે કે,કેન્દ્રમાં યુ.પી.એ.સરકાર કાર્યરત હતી તે સમયે નવા ફૂડ સેફટી એકટ-2011ને બહાલી આપીને એનાે દેશ વ્યાપી અમલ શરૂ કરાવ્યો હતાે. આ નવા કાયદા હેઠળ દેશભરમાં તમામ નાના-મોટા શહેરોમાં ચાલતી હોટલો, રેસ્ટોરાઆે કે ગેસ્ટહાઉસને હેલ્થ લાયસન્સ આપવા માટે કે તેનું રજિસ્ટ્રેશન કરવા માટે કેન્દ્ર સરકારે એફએસએસઆઈ હેઠળ આેનલાઈન રજિસ્ટ્રેશન તેમજ આેનલાઈન લાયસન્સ આપવાની પ્રક્રીયાને દરેક મ્યુનિસિપલ કોપાેૅરેશનમાં ફરજિયાત બનાવવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોપાેૅરેશનની હદમાં નવા કાયદાનાે અમલ કરાવવાને બદલે હજુ પણ જુના ફૂડ સેફટી એકટ-2006 હેઠળ જ કાર્યવાહી કરાવવામાં આવી રહી છે.વળી અપક્ષ કોપાેૅરેટર ઈમરાન ખેડાવાલાના કહેવા અનુસાર, અમદાવાદ શહેરમાં આજે પણ વિવિધ વિસ્તારોમાં 5000થી વધુ હોટલો,રેસ્ટોરા અને ગેસ્ટહાઉસ વગર પરવાને ચાલી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોપાેૅરેશનના હેલ્થ આેફિસર તરીકે ડો.એસ.પી.કુલકણીૅ નિવૃત્ત થયા બાદ છેલ્લા બે વર્ષથી ઈન્ચાર્જ મેડીકલ આેફિસર આેફ હેલ્થ તરીકે ડો.ભાવિન સાેલંકીને ચાર્જ સાેંપવામાં આવ્યો છે.પરંતુ તેઆે હેલ્થ ખાતામાં ઘણા જ જુનિયર હોવાના કારણે અસરકારક કામગીરી કરાવવામાં તેઆે નિ»ફળ રહ્યાા હોવાનું શાસકપક્ષના કોપાેૅરેટરોનાે પણ આક્ષેપ છે.

print

Comments

comments

VOTING POLL