શહેરીજનો માટે વૈકલ્પિક રૂટની વ્યવસ્થા : આજે બપોરે એક વાગ્યાથી આ રસ્તાઓ બંધ કરાશે

September 13, 2017 at 12:16 pm


વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન શીનજા અબે આજે અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે શહેરમા આ પ્રસંગે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનુ આયોજન પણ કરવામા આવ્યુ હોઈ આ રસ્તાઓ બપોરે એક કલાકથી તમામ કાર્યક્રમો પુરા ન થાય ત્યાં સુધી તમામ પ્રકારના વાહન વ્યવહારો માટે બંધ રાખવામા આવશે.શહેરીજનો માટે વૈકલ્પિક રૂટોની પણ વ્યવસ્થા કરવામા આવી છે જે આ પ્રમાણે છે.

૧. એરપોર્ટ જવા માટે શાહીબાગથી ડફનાળા એરપોર્ટ સર્કલ સુધીના બંને તરફના રોડનો ઉપયોગ ન કરતા નાગરીકો પશ્ચિમ વિસ્તારમાંથી એરપોર્ટ જવા માટે એસજી હાઈવે થી વૈષ્ણોદેવી સર્કલથી,ઝુંડાલ સર્કલથી તપોવન સર્કલથી એપોલો સર્કલ સુધીના એસપી રીંગ રોડનો ઉપયોગ કરી શકશે. કોટ વિસ્તાર તથા પૂર્વ વિસ્તારમાંથી એરપોર્ટ પહોંચવા માટે દિલ્હી દરવાજાથી નમસ્તે સર્કલથી શાહીબાગ ઓવરબ્રિજ થઈ ઘેવર સર્કલથી મેઘાણીનગરથી મેમ્કો ચાર રસ્તાથી નરોડા પાટીયાથી ગેલેક્ષી અંડરબ્રિજ થઈ ઇન્દિરાબ્રિજ સર્કલ થઈ હાંસોલ થઈ એરપોર્ટ રોડનો ઉપયોગ કરી શકશે. નાના ચિલોડાથી નોબલનગર ટી થઈ ઇન્દિરા સર્કલ થઈ એરપોર્ટ રોડનો ઉપયોગ કરી શકશે. ૨. ડફનાળાથી રિવરફ્રન્ટ રોડ,રિવરફ્રન્ટ પીકનીક હાઉસ,શિલાલેખ ચાર રસ્તા, સુભાષબ્રિજ, સુભાષબ્રિજ સર્કલથી ગાંધીઆશ્રમથી ચંદ્રભાગા બ્રિજ,સુભાષબ્રિજ સર્કલથી ગાંધીઆશ્રમથી ચંદ્રભાગાબ્રિજ સુધીના બંને તરફના રોડનો ઉપયોગ નહી કરતા દિલ્હી દરવાજાથી સાબરમતી તરફ જવા માટે દિલ્હી દરવાજાથી દુધેશ્વરરોડ થઈ દધિચિબ્રિજ થઈ પલક ટી થઈ પ્રબોધ રાવળ સર્કલ થઈ ચિમનભાઈ પટેલ ઓવરબ્રિજ થઈ સાબરમતી જઈ શકાશે. ૩. દિલ્હી ચકલાથી ત્રણ ખુણિયા બગીચાથી મિરઝાપુર રોડ થઈ વિજળીઘર ચાર રસ્તા સુધીનો બંને તરફના રોડનો ઉપયોગ નહી કરતા દિલ્હી ચકલાથી પિત્તળીયા બંબા થઈ ઘી-કાંટા રોડનો ઉપયોગ કરવો. દિલ્દી ચકલાથી જાર્ડન રોડ થઈ પ્રેમ દરવાજા થઈ કાલુપુર રેલ્વે સ્ટેશન તરફ જતા રોડનો ઉપયોગ કરવો. ૪. જિલ્લા પંચાયતથી લાલ દરવાજા થઈ રૂપાલી સિનેમા કટ સુધીના બંને તરફના રોડનો ઉપયોગ ન કરતા વિકટોરીયા ગાર્ડનથી ખમાસા ચાર રસ્તા થઈ ત્રણ દરવાજા,ગાંધીરોડ તરફ જતા માર્ગનો ઉપયોગ કરવો. વિકટોરીયા ગાર્ડન થઈ રિવરફ્રન્ટ રોડનો ઉપયોગ કરવો. ૫. નહેરૂબ્રિજના પશ્ચિમ છેડેથી રૂપાલી સિનેમા તરફના બંને તરફના રોડનો ઉપયોગ ન કરતા નહેરૂબ્રિજ ચાર રસ્તાથી ટાઉનહોલ ચાર રસ્તા થઈ એલિસબ્રિજ થઈ રાયખડ તરફ જતા રોડનો ઉપયોગ કરવો.

print

Comments

comments

VOTING POLL