શાંતિપૂર્ણ મતદાન માટે પોલીસ તંત્ર સજ્જ: પાંચ હજારથી વધુ જવાનો તૈનાત રખાશે

December 7, 2017 at 4:21 pm


વિધાનસભાની ચૂંટણી સંદર્ભે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે શહેરમાં શાંતિપૂર્ણ મતદાન માટે પાંચ હજારથી વધુ પોલીસ જવાનોને તૈનાત રહેવા હકમ કર્યો છે. જેમાં જોઈન્ટ પોલીસ કમિશનર, બે ડીસીપી, એસીપી, તમામ પીઆઈ, પીએસઆઈ અને પોલીસ જવાનો ખડેપગે રહેશે. તેમજ તેની સાથે પેરામીલીટ્રી ફોર્સ, બીએસએફ, સીઆરપીએફ, સીઆઈએસએફ, ઝારખંડ અને બિહાર પોલીસની 26 કંપ્નીઓ અને 1400 હોમગાર્ડ, 150 જીઆરડી અને એસઆરપીની ત્રણ કંપ્નીઓ ખડેપગે રહેશે.
આજ સાંજથી પ્રચાર પડધમ શાંત થયા બાદ 100થી વધુ સંવેદનશીલ વિસ્તારમાં ડોમીનેશન અને કોન્ફીડન્સ બિલ્ડીંગ મેજર તરીકે પેરામીલીટ્રી ફોર્સ પેટ્રોલીંગ કરશે તેમજ અસામાજીક તત્વો અને હિસ્ટ્રીશીટરોને ચેક કરવામાં આવશે. તથા મતદારો સાથે મીટીંગ કરી ભય વગર મતદાન કરવાની અપીલ કરવામાં આવી છે.
ઉપરાંત પોલીસે છેલ્લા એકાદ માસમાં જુદા જુદા વિસ્તારમાં રહેતા અસામાજીક તત્વો કુલ 4500 શખસો સામે અટકાયતી પગલા, 58 નામચીન શખસો સામે પાસાના હકમ તેમજ તડીપાર કરાયા છે. તેમજ શહેરમાં રહેતા પરવાનેદારો પાસેથી 2573 હથીયારો જમા કરાયા છે. તે ઉપરાંત 26 લાખનો દા તથા પરવાના વગરના હથીયારો સાથે ફરતા શખસોને પણ ઝડપી લીધા હોવાનું જણાવ્યું હતું.

છેલ્લા દોઢ માસમાં 65 હજાર વાહન ચેક કરવામાં આવ્યા છે. જેમાં દા પી વાહન ચલાવનારા 50 શખસો, 25 વાહન ચાલકો ધોકા, લાકડી, છરી સાથે મળી આવતા ધરપકડ કરવામાં આવી હતી. તેમજ 800થી વધુ વાહનોની બ્લેક ફિલ્મ ઉતારી દંડ ફટકારવામાં આવ્યો હતો.
દરમિયાન અગાઉ યોજાયેલી ચૂંટણી દરમિયાન માથાકુટ કરનાર કાર્યકરો ઉપર ગુના દાખલ થયા હોય જે તમામના નામોની યાદી તૈયાર કરી તેના પર વોચ રાખવામાં આવી છે. તે ઉપરાંત ચૂંટણી દરમિયાન કોઈ શંકાસ્પદ પ્રવૃતિ કરતા હોય તેનું પણ લીસ્ટ તૈયાર કરવા પોલીસ કમિશનરે હકમ કર્યો છે અને માથાકુટ કરતા કોઈપણ પક્ષના કાર્યકરોને બાંધછોડ કરવામાં નહીં આવે અને તેના પર કાયદેસરની કાર્યવાહી કરવાનો હકમ કર્યો છે.
વધુમાં જણાવ્યું હતું કે, મતદાનના દિવસે દર પાંચ મીનીટે પોલીસ અને પેરા મીલીટ્રી મતદાન મથકો પર હાજરી રહેશે. તેમજ મતદાન કરવા આવતા ટ પર પેરા મીલીટ્રી તેમજ 160 મોબાઈલ પોલીસ ગોઠવવામાં આવી છે જે તમામ મતદાન બુથનું વિડીયોગ્રાફીથી સજ્જ રહેશે અને મતદાન કરવા આવનાર લોકોનું પણ વિડીયો રેકોર્ડીંગ કરાશે. 120 જેટલા પોલીસ જવાનો સાદા ડ્રેસમાં ફરજમાં તૈનાત રખાશે.
પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે વધુમાં જણાવ્યું હતું કે, શહેરમાં ચૂંટણીલક્ષી ભય વગર મતદાન કરવા લોકોને અપીલ કરી છે અને કોઈપણ વ્યકિત ધાક ધમકી આપે તો મોબાઈલ નં.98795 00600, 99246 80100 તથા 100 નંબર અને 0281 2457777 ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે.

500 સીસીટીવી કેમેરાથી ક્ધટ્રોલ-મમાં બેસીને પોલીસ સુપરવિઝન કરશે
આમ તો મોટાભાગના અસામાજિક શખસો સામે અટકાયતી પગલાં, પાસા અને તડીપારની કર્મચારી કરીને પોલીસે શહેરનું વાતાવરણ ચોખ્ખું કરી નાખ્યું છે, આજ છતાં પણ કોઈ વ્યક્તિ કે, જૂથ દ્વારા ચૂંટણીની કામગીરીમાં કોઈ દખલગીરી કરવામાં આવે તો એના પર નજર રાખવા પોલીસના ક્ધટ્રોલમમાં બે અને પોલીસ સુપરવિઝન કરશે. શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ મળીને મુકાયેલા 500 સીસીટીવી કેમેરાની મદદથી પોલીસને દરેક વિસ્તારની એક-એક સેક્ધડની હિલચાલ જોવા મળશે.

કોઈ પ્રકારના ભય વગર મતદાન કરો: મદદ માટે પોલીસ હાજર: પોલીસ કમિશનર ગેહલોત
વિધાનસભાની ચૂંટણી માટે રાજકોટ શહેરમાં શાંતિપૂર્ણ રીતે મતદાન માટે પોલીસ સુસજ્જ છે એમ જણાવવાની સાથે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે સૌ શહેરીજનોને કોઈ પ્રકારના ભય વિના મતદાન કરવા અનુરોધ કર્યો છે અને કોઈ પણ પ્રકારની અડચણ થાય તો પોલીસ મદદ માટે હાજર રહેશે ઉપરાંત કોઈ વ્યક્તિ ટેલિફોનિક સંપર્ક કરવા માગે તો 98795 00600, 99246 80100 તથા 0281-2457777 ઉપરાંત 100 નંબર પર કોલ કરી પોલીસની તાત્કાલિક મદદ મેળવી શકશે.

120 પોલીસ જવાનો સાદા ડ્રેસમાં વોચ રાખશે
શહેરમાં ચૂંટણી માટે શનિવારના રોજ મતદાનના દિવસે પાંચ હજારથી વધુ પોલીસ તથા પેરામિલિટરી પોર્સના જવાનો યુનિફોર્મ સાથે ખડપગે રહેશે એ ઉપરાંત પોલીસના બાહોશ જવાનો ગુપ્ત રીતે પણ ચૂંટણી પ્રક્રિયા પર નજર રાખવા સાથે ફોટોગ્રાફી તથા વીડિયોગ્રાફી કરશે.
120 જેટલા પોલીસ જવાનો સાદા ડ્રેસમાં લોકોની વચ્ચે રહીને તમામ વિસ્તારમાં નજર રાખશે અને કોઈ અસામાજિક તત્વો મતદાનની પ્રક્રિયામાં ખલેલ પહોંચાડશે તો એને કાયદાનો પાઠ પણ ભણાવવામાં આવશે.

print

Comments

comments

VOTING POLL