શાપર-વેરાવળની ઓઈલ મિલમાં ગેસ ગળતરથી એક વ્યક્તિનું મોત, બે ગંભીર

February 17, 2017 at 3:03 pm


રાજકોટની ભાગોળે ગોંડલ રોડ પર આવેલા શાપર-વેરાવળમાં કનેરીયા ઓઈલ મીલમાં ગેસ ગળતરનો બનાવ બનતા તેમાં કામ કરતા એક શ્રમીકનું ગુંગળાઈ જવાથી મોત નીપજ્યું છે. જ્યારે અન્ય બે શ્રમીકોને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. કારખાનામાં કામ કરતા ત્રણેય શ્રમીકો ગેસના ટાંકામાંથી ચાલુ મોટરે પાઈપ ખેંચતી વેળાએ અકસ્માતે ટાંકામાં પડી જતાં ગુંગળાઈ ગયાનું જાણવા મળ્યું છે. જાણવા મળતી વિગત મુજબ શાપર વેરાવળમાં આવેલી કનેરીયા ઓઈલ મીલ નામના કારખાનામાં ગઈકાલે બપોરે ગેસના ટાંકામાંથી ચાલુ મોટરે પાઈપ ખેંચતી વેળાએ અકસ્માતે ત્રણ શ્રમીકો ટાંકામાં પડી જતાં ત્રણેય ગુંગળાઈ ગયા હતાં. જેમાં વિષ્નુ દેવાભાઈ પરમાર ઉવ.22 નામના શ્રમીકનું ગુંગળાઇ જવાથી ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અલ્પેશ નવનીતભાઈ બાવરીયા ઉવ.31 અને નીલેશ અનુપભાઈ પરમાર ઉવ.21 નામના બન્ને શ્રમીકોને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. પ્રાથમિક તપાસમાં ત્રણેય શ્રમીક યુવાનો કારખાનાની ઓરડીમાં જ રહી ત્યાં કામ કરતા હોવાનું જાણવા મળ્યું છે. બનાવની જાણ થતાં શાપર પોલીસે પ્રાથમિક કાગળો કરી વધુ તપાસ હાથ ધરી છે.

print

Comments

comments

VOTING POLL