શાપર-વેરાવળમાંથી અપહરણ કરાયેલી ત્રણ તણીઓને પોલીસે બિહારથી મુકત કરાવી: બે આરોપી પકડાયા

March 20, 2017 at 12:06 pm


રાજકોટની ભાગોળે ગોંડલ રોડ પર આવેલા શાપર-વેરાવળમાંથી છેલ્લા છ મહિનામાં ત્રણ-ત્રણ તણીના લગ્નની લાલચે અપહરણ થયાનો બનાવ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. શાપર પોલીસની ટીમે સ્થાનિક પોલીસની મદદ મેળત્તી બિહારમાંથી અપહૃત ત્રણેય તણીઓને મુકત કરાવી બે આરોપીને ઝડપી લીધા છે જયારે અન્ય એક આરોપીને ઝડપી લેવા બિહાર પોલીસને જાણ કરાઈ છે.

જાણવા મળતી વિગત મુજબ શાપર-વેરાવળમાંથી છેલ્લા છ મહિનામાં પરપ્રાંતીય શખસો દ્વારા તણીઓને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી અપહરણ કરી જવાના ત્રણ બનાવો પોલીસે ચોપડે નોંધાયા હતા જેથી પોલીસ વડા અંતરિપ સુદની સૂચનાથી શાપર પોલીસ મથકના પીએસઆઈ એ.વી.જાડેજા દ્વારા એએસઆઈ નાથાભાઈ રાઠોડ, કોન્સ.વિશ્ર્વજીતસિંહ અને જસદણના એએસઆઈ દેવાયતભાઈ કલોતરાની ટીમ બનાવી હતી.
દરમિયાન તપાસ કરતી ટીમને ત્રણેય તણીઓ બિહાર રાજ્યમાં હોવાની માહિતી મળતા આ ટીમે બિહારના અલગ અલગ વિસ્તારમાંથી સ્થાનિક પોલીસની મદદ મેળવી ત્રણેય તણીને મુકત કરાવી હતી સાથે ત્રણ પૈકી બે આરોપી રવિન્દ્ર અનુપમ મંડલ રહે.જમગાવ બિહાર અને સુભાષ ઉર્ફે ચંદુ બસરામ રહે.બિસંતીરપુર, બિહારને ઝડપી લઈ ત્રણેય તણીઓ અને બન્ને આરોપીને રાજકોટ લઈ આવ્યા હતા જયારે અન્ય એક આરોપી પોલીસને હાથ નહીં લાગતા સ્થાનિક પોલીસને તેને ઝડપી લેવા જાણ કરાઈ છે.
આ અંગે શાપર પોલીસે ત્રણેય તણીના તબીબી પરિક્ષણ કરાવવાની તેમજ પકડાયેલા બન્ને શખસોની વિશેષ પુછપરછ કરવા રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.

print

Comments

comments

VOTING POLL