શાપર-વેરાવળમાં ગાંજાના જથ્થા સાથે મધ્યપ્રદેશનો શખસ ઝડપાયો

January 12, 2019 at 11:40 am


શાપર-વેરાવળમાં કારખાનામાં મજૂરીકામ કરતાં મુળ મધ્યપ્રદેશના શખસને રૂરલ એસઆેજીએ ગાંજાના જથ્થા સાથે ઝડપી લઈ બે કિલો 750 ગ્રામ ગાંજો કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે.
શાપર-વેરાવળમાં પી.એસ. પ્લાયવૂડના લેબર કવાટર્સ પાછળ રહેતા મુળ મધ્યપ્રદેશના રીવા જિલ્લાના રાજકુમાર રામવિલાસ કુર્મીને એસઆેજીના સ્ટાફે બાતમીના આધારે ઝડપી લઈ તેના ઘરની જડતી લેતાં ત્યાંથી રૂા.19,250ની કિંમતનો બે કિલો 750 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. રાજકુમારની પૂછપરછમાં આ જથ્થાે તે સુરતથી લાવ્યાનું ખૂલતા ગાંજાના સપ્લાયરની ધરપકડ માટે પોલીસે તપાસ શરૂ કરી છે. એસઆેજીના પીઆઈ એમ.એન. રાણા સાથે પીએસઆઈ વાય.બી. રાણા તથા સ્ટાફના વિજયભાઈ ચાવડા, ઉપેન્દ્રસિંહ, અતુલભાઈ ડાભી, સંજયભાઈ નિરંજની, દિનેશભાઈ ગાેંડલિયા અને મયુરભાઈ સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.

print

Comments

comments

VOTING POLL