શાળા બંધને ‘નબળો’ પ્રતિસાદ: વાલી મંડળે કરી ‘ગાંધીગીરી’

January 12, 2018 at 3:00 pm


ફી નિધર્રિણ કાયદાનો અમલ શાળા સંચાલકો દ્વારા કરવામાં ન આવતા ગુજરાત વાલી મંડળ દ્વારા આજે શાળા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેને નબળો પ્રતિસાદ મળી રહ્યો છે. સૌરાષ્ટ્રની મોટાભાગની સ્કૂલ ચાલુ રહી હતી. દરમિયાન વાલીઓએ વિરોધ કરતાં વિધાર્થીઓને રજા આપી દેવામાં આવી હતી.
ગુજરાત હાઇકોર્ટે ફી નિધર્રિણના કાયદા મુદ્દે રાજય સરકારની તરફેણમાં ચુકાદો આપ્યા બાદ આ કાયદાના અમલમાં ઢીલ રાખવામાં આવી રહી છે અને ખાનગી સ્કૂલો દ્વારા વાલીઓને ફીના નામે લૂંટવામાં આવી રહ્યા છે. તેમ છતાં ડીઇઓ તંત્ર મુક પ્રેક્ષક બન્યુ હોય રોષે ભરાયેલા વાલીઓએ આગેવાની લઇ આજે શાળા બંધનું એલાન આપ્યું હતું. આ એલાન વચ્ચે બાળકોને સ્કૂલે મોકલવા કે કેમ ? તે અંગે અવઢવ સર્જાયું હતું.

દરમિયાન આજે બંધના એલાન વચ્ચે વિધાર્થીઓ સ્કૂલે ગયા હતાં. રાજકોટ, મોરબી, અમરેલી, ઉપલેટા, જેતપુર, ધોરાજી, જસદણ, આટકોટ, જૂનાગઢ, જામનગર સહિત સૌરાષ્ટ્રભરમાં આ બંધનું એલાન નબળું રહ્યું હોય તેમ સ્કૂલો ચાલુ રહી હતી. દરમિયાન વાલી મંડળ સ્કૂલે પહોંચા વિરોધ દાખવતા અમૂક સ્કૂલોમાંથી વિધાર્થીઓને રજા આપી દેવામાં આવી હતી. આ બંધના એલાનને પગલે શાળા સંચાલકોએ બંદોબસ્તની માગણી કરી હતી. બંધમાં એનએસયુઆઇએ પણ ટેકો જાહેર કર્યો છે.

ગઇકાલે વાલી મંડળ દ્વારા ડીઇઓ કચેરીએ ધરણા યોજી આવેદન પત્ર પાઠવ્યું હતું. વાલી મંડળ દ્વારા ફલાઇંગ સ્કવોર્ડની રચના કરવામાં આવી છે. આ સ્કવોર્ડ દ્વારા જે શાળાઓ બંધમાં નહીં જોડાય તેની યાદી બનાવવામાં આવશે. દરમિયાન આ અંગે રાજકોટના ડીઇઓ સગરકાએ જણાવ્યું હતું કે ચાલુ વર્ષથી જ આ કાયદાની અમલવારી કરવામાં આવશે. આજે સુપ્રિમ કોર્ટમાં હિયરીંગ છે તેનુ જજમેન્ટ અને 17મીએ ફી નિધર્રિણ કમિટી સમક્ષ દરખાસ્તની છેલ્લી તારીખ છે તે પૂરી થયા બાદ તેના ચુકાદાને આધારે આગળની કાર્યવાહી ડીઇઓ તંત્ર દ્વારા કરવામાં આવશે.

print

Comments

comments

VOTING POLL