શાહરુખ ખાનની બહુચચિર્ત ફિલ્મ ‘ઝીરો’ આજથી સીનેઘરોમાં

December 21, 2018 at 1:17 pm


શાહરુખ ખાન એક સુપરસ્ટાર છે અને સૌથી ઉપર તે એક બ્રાન્ડ છે. જ્યારે કરોડો લોકોને તેમા ભરોસો હોય ત્યારે એક બ્રાન્ડ બને છે. જો કે જ્યારે અપેક્ષાઆે સાચી ના પડે તો બ્રાન્ડ પરનો ભરોસો આેછો થતો જાય છે. શાહરુખ ખાન સાથે પણ આવું જ થઈ રહ્યું છે. ફિલ્મ રા-વન પછી શાહરુખ સાથે સતત આવુ થઈ રહ્યું છે. વામન સ્વરૂપમાં શાહરુખ ખાન આજે બહુચચિર્ત ઝીરો નામની ફિલ્મ લઈને િસ્ક્રન પર હાજર થયો છે. ફિલ્મમાં અનુષ્કા શમાર્એ સેરેબ્રલ પાલસી નામના રોગના શિકાર વાળી યુવતીની ભુમિકા કરી છે. કેટરીના કેફ પણ ફિંમાં છે. આનંદ રાયની આ ફિલ્મના પ્રડયુસર રેડ ચિલીઝ ગૌરી ખાન છે. સતત ચાર ફિલ્મો બોકસ આેફિસ પર પિટાયા બાદ શાહરુખને નવ જીવન આ ફિલ્મથી મળશે કે કેમ તે જોવાનું રહેશે. આજથી તમામ સિનેઘરોમાં આ ફિલ્મ લાગી ગઈ છે.
ઝીરો ફિલ્મની વાતાર્ નકલી દેખાતા મેરઠથી શરુ થાય છે. બઉઆ સિંહ (શાહરુખ ખાન)ની વાતાર્ છે. બઉઆ પોતાના પિતા (તિગમાંશૂ ધૂલિયા)ને નામથી બોલાવે છે. પોતે ઠીગણો હોવાનો દોષ પણ તેમને જ આપે છે. તો જે આફિયા (અનુષ્કા શમાર્) પર તેનું દિલ આવી જતા તો તેને ઇમ્પ્રેસ કરવા લાખ રુપિયા તે ફાઇવ સ્ટાર હોટલમાં ગીત ગવરાવવાની તૈયારીઆે પાછળ ખર્ચ કરી દે છે. તો ડાન્સ કોિમ્પટેશનમાં ભાગ લઇને તેના સપનાની રાણી બબીતા કુમાર(કેટરીના કૈફ) સાથે સમય પસાર કરવા તે મુંબઈ જતો રહે છે. તો જ્યારે તેને લાગે છે કે તેણે આફિયા સાથે યોગ્ય વ્યવહાર નથી કર્યો તો તે અમેરિકા આફિયાની માફી માંગવા પહાેંચી જાય છે.
ફિલ્મ ઝીરોમાં શાહરુખનો વામન અવતાર શરુઆતમાં તો રોમાંચિત કરે છે. નિર્દેશક આનંદ એલ રાયની સફળતામાં તેમના લેખક હિમાંશુ શમાર્નું પણ મોટું યોગદાન છે. તનુ વેડ્સ મનુ અને રાંઝણાનાં પહેલા તેમણે આનંદ એલ રાયની પહેલી ફિલ્મ સ્ટ્રેન્જર્સ પણ લખી હતી. જેના 4 વર્ષ પછી તેઆે તનુ વેડ્સ મનુ બનાવી શક્યા હતા. ફિલ્મ ઝીરોમાં શાહરુખનો વામન અવતાર શરુઆતમાં તો રોમાંચિત કરે છે, પરંતુ ત્યારબાદ વાતાર્માં ફક્ત પ્રેમ ત્રિકોણ અને બે નાયિકાઆે જેમાંથી એક શારીરિક રીતે કમજોર છે તો બીજી ભાવનાત્મક રીતે તેટલું જ બચે છે. ફિલ્મની વાતાર્ નબળી છે. આનંદ એલ રાય નાના શહેરોની વાતાર્ મોટા પડદા પર દશાર્વા માટે જાણીતા છે. ઝીરોમાં પણ તેમની આવી જ કોશિશ છે.

print

Comments

comments

VOTING POLL