શાહરૂખના ચાહકો માટે ખુશ ખબર: દૂરદર્શન પર ફરી દેખાશે આ સિરિયલ

February 16, 2017 at 6:59 pm


બોલિવૂડના કિંગ ખાન શાહરુખ ખાનના ચાહકો માટે એક સારા સમાચાર છે. તમે જાણતા જ હશો કે, શાહરુખે તેની કરિયરની શરૂઆત ‘સર્કસ’ અને ‘ફૌજી’ જેવી સિરિયલ્સથી કરી હતી, જે એ સમયે દૂરદર્શન પર ટેલિકાસ્ટ થતી હતી.

તમને જણાવી દઈએ કે, ફિલ્મરસિકો એક વાર ફરી શાહરુખને યુવા પાત્રમાં જોઈ શકશે. તેનો શો ‘સર્કસ’ આગામી 19મી ફેબ્રુઆરીએ ફરી શરૂ થવા જઈ રહ્યો છે, જેનું નિર્દેશન અજિજ મિર્ઝા અને કુંદન શાહે કર્યું છે. આ શોમાં શાહરુખે શેખરનનું પાત્ર ભજવ્યું છે, જે મલયાલી સર્કસનો માલિક હોય છે. આ સિરિયલમાં કામ કરી ચૂકેલી રેણુકા સહાણેએ પણ ટ્વીટ કરી તેની પુષ્ટિ કરી છે.

print

Comments

comments

VOTING POLL