શાહરૂખ કરશે આટલી બધી હીરોઈનો સાથે રોમાન્સ!

October 3, 2017 at 4:54 pm


લગભગ એક દશકા પહેલા શાહરૂખે તેની ફિલ્મમાં સલમાન ખાન, સંજય દત્ત, સૈફ અલી ખાન, રેખા, શિલ્પા શેટ્ટી, વિદ્યા બાલન, ધરમેન્દ્ર, કરીના કપૂર, પ્રિયંકા ચોપરા જેવા દિગ્ગજોને ઓમ શાંતિ ઓમના એક ગીતમાં સાથે રજૂ કરવાનું ભગીરથ કામ કર્યું હતું. હવે તેની આનંદ એલ રાયની નેક્સ્ટ ફિલ્મ માટે પણ શાહરૂખ આવું જ કંઈ કરવા જઈ રહ્યો છે.
આ ફિલ્મમાં શાહરૂખ ઠીંગુજીની ભૂમિકા ભજવે છે. રવિવારે તેણે કાજોલ, રાની મુખજીર્, કરિશ્મ કપૂર, શ્રીદેવી અને આલિયા ભટ્ટ સાથે શૂટિંગ કર્યું હતું અને તેનો ફોટો ટ્વીટર પર શેર કર્યો હતો.

ફોટો શેર કરતા શાહરૂખે લખ્યું હતું કે, કેટલીક રાત્રે આકાશ કરતા તમારી સાથેના સિતારાઓ વધુ તેજ ચમકે છે. આટલું કહીને તેણે સાથે શૂટિંગ કરનારી બધી અભિનેત્રીઓનો આભાર પણ માન્યો હતો. સૂ્ત્રોના જણાવ્યા અનુસાર આ ફિલ્મમાં આ હિરોઈનો સ્પેશિયલ અપિયરન્સમાં છે. સૂત્રોના જણાવ્યા મુજબ, કાજોલ અને રાનીએ દિવસના વહેલા શૂટિંગ કર્યું હતું જ્યારે આલિયા, શ્રીદેવી અને કરિશ્માએ પાછળથી શૂટ કર્યું હતું. તેમાંથી મોટાભાગની હીરોઈન્સે મનીષ મલહોત્રાના આઉટફિટ્સ પહેર્યાં હતા. ચચર્િ એવી પણ છે કે શાહરૂખ ટૂંક જ સમયમાં માધુરી સાથે પણ શૂટ કરવાનો છે. રેડ ચીલીઝ એન્ટરટેનમેન્ટના પ્રવક્તાએ આ વાતને સમર્થન આપતા જણાવ્યું, શાહરૂખે આનંદ એલ રાયની આગામી ફિલ્મ માટે કેટલીક હીરોઈન્સ સાથે શૂટ કર્યું હતું. તેમની સાથે કામ કરવાનો અનુભવ ઘણો સારો રહ્યો.

print

Comments

comments

VOTING POLL