શિકરા દારૂ પ્રકરણમાં પી.આઈ. સહિત પ ફરજ મોકુફ

June 14, 2018 at 9:40 pm


સરહદી રેન્જ પાેલીસ મહાનિરીક્ષકે ભચાઉ પાેલીસના ચાર કર્મચારીને જિલ્લા બહાર અને એલસીબીમાંથી સાતની બદલી

ભચાઉ તાલુકાના શિકરામાંથી આર.આર.સેલે 34.પ8 લાખનાે દારૂનાે જથ્થો ઝડપી પાડ્યો હતાે. આ પ્રકરણમાં રેન્જ આઈ.જી.એ એક પી.આઈ. સહિત પાંચને ફરજ મોકુફ કરીને ચારને જિલ્લા બહાર અને એલસીબીના 7ને અન્ય પાેલીસ મથકોમાં બદલી કરવામાં આવી છે.

મળતી વિગતાે મુજબ શિકરામાંથી ઝડપાયેલા રૂા. 34.પ8 લાખના દારૂ પ્રકરણમાં રેન્જ આઈ.જી.પિયુષ પટેલે પાેલીસ અધિકારીઆે ઉપર કડક કાર્યવાહી કરીને ભચાઉ પાેલીસ ઈન્સ્પેક્ટર એમ.આર.ગાેઢાણીયા, પીએસઆઈ જે.એચ.ચૌધરી, એએસઆઈ સુખદેવ વિશ્રામ દવે, હેડકોન્સ્ટેબલ, રણવિરિંસહ જગદિશિંસહ ઝ)લા અને હરદેવિંસહ રાહુભા સરવૈયાને ફરજ મોકુફ કરી દેવાયા છે.

જ્યારે ભચાઉ પાેલીસ મથકમાં જ ફરજ બજાવતા ઈન્દ્રિંસહ ગંભીરિંસહ ઝાલા, કરશનભાઈ ભિખાભાઈ વિઝોડા, જયદિપિંસહ નરેન્દ્રિંસહ જાડેજા અને પ્રહલાદભાઈ ચૌધરીને જિલ્લા બહાર બદલીઆે કરવામાં આવી છે.

તાે એલસીબીમાં ફરજ બજાવતા એએસઆઈ મહમદ શબીર અબ્દુલ કુરેશીને કંડલા એએસઆઈ પ્રવિણિંસહ પ્રવિરિંસહ પલાસને ગાંધીધામ એ ડિવિઝન, રાજકુમાર ગુગતરામ આહિરને રાપર, રમેશભાઈ બાવલાભાઈ મેણીયાને ખડીર, ભગીરથિંસહ જયેન્દ્રિંસહ જાડેજાને લાકડીયા, સામતભાઈ વિરમભાઈ બરાડીયાને રાપર અને ઉપેન્દ્રિંસહ જયવીરિંસહ ઝાલા ખડીર બદલી કરવામાં આવી છે.

print

Comments

comments

VOTING POLL