શિકરા નજીક 34.પ8 લાખનાે ઇંગલિશ દારૂ ઝડપી પડાયો

June 13, 2018 at 9:10 pm


ચાર શખ્સાેની ધરપકડ કરાઈ ઃ આર.આર.સેલની ટીમનું સફળ આેપરેશન

ભચાઉ તાલુકાના શિકરા નજીક પાેલીસે 34.પ8 લાખનાે ઇંગલિશ દારૂનાે મુદ્દામાલ ઝડપી પાડ્યો હતાે આ બનાવમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે પાંચ ઈસમો નાસી છૂટ્યા હતા.

જાણવા મળતી વિગતાે મુજબ પાટણ, બનાસકાંઠા, પૂર્વ કચ્છ ગાંધીધામ અને પશ્ચિમ કચ્છ ભુજ એમ ચાર જિલ્લાઆેને સાંકળતી સરહદી બાેર્ડર રેન્જના આઈજીપી પિયુષ પટેલના માગૅદર્શન હેઠળ આર.આર.સેલની ટીમ દારૂ જુગારની બદીઆે નેસ્તનાબુદ કરવા માટે પૂર્વ કચ્છના ભચાઉ તાલુકાના વિસ્તારમાં પેટ્રાેલીંગમાં હતા દરમિયાન આર.આર.સેલના પીએસઆઈ એ.આર.રબારીને મળેલ પૂર્વ બાતમીના આધારે ભચાઉ તાલુકાના શિકરા ગામની સીમમાં છાપાે મારવામાં આવ્યો હતાે. જ્યાં દારૂનું કટીંગ થાય તે પહેલા જ પાેલીસે જુદા જુદા બ્રાન્ડની ઇંગલિશ દારૂની 79પથી વધુ પેટી પકડી પાડી હતી. જેની કિંમત અંદાજીત 34 લાખ આંકવામાં આવી હતી. તાે સ્થાનિકે પડેલા વાહનાેમાં જીપ, બે ક્વાલીસ, બે કાર તથા એક ટ્રક સહિત અંદાજીત 7પ લાખથી વધુનાે મુદ્દામાલ કબ્જે કરવામાં સફળતા મળી હતી.

આ બનાવમાં પાેલીસ 79પ પેટી દારૂ કિં.રૂા. 34પ8400નાે મુદ્દામાલ પકડી પાડ્યો હતાે. મહાદેવ ભચુ રબારી, મયુરિંસહ અભયિંસહ સાેઢા, સુભાષ મોહનલાલ વાળંદ અને રમેશ અરજણ કોળીની ધરપકડ કરવામાં આવી છે. બનાવમાં ભચાઉના બુટલેગર અશોકિંસહ બાલુભા જાડેજા, કેવલિંસહ પ્રવિણિંસહ ચૌહાણ, રવિરાજિંસહ લાલુભા જાડેજા, ભગીરથિંસહ દુગાૅિંસહ જાડેજા, ધમેૅન્દ્રિંસહ ઉફેૅ શિવમ ભગત જાડેજા નામના ઈસમો નાસી છુટâા હતા. પાેલીસે વાહનાે સહિત 7497900નાે મુદ્દામાલ કબ્જે કયોૅ છે. આ દરોડામાં સ્થાનિક પાેલીસ ઉંઘતી ઝડપાઈ છે. સ્થાનિક પાેલીસ સામે અનેક સવાલો ઉભા થયા છે.

print

Comments

comments

VOTING POLL