શિક્ષકોએ નિર્ધારિત પધ્ધતિએ જ રજૂઆત કરવી નહિતર શિક્ષાત્મક કાર્યવાહી

February 2, 2018 at 12:35 pm


ગુજરાત રાયની શાળાઓમાં ભણાવતા વિધા સહાયકો, શિક્ષકો, બીઆરસી અને સીઆરસી પોતાના પ્રશ્નો લઈને ગાંધીનગર સુધી દૌડ લગાવે છે. શિક્ષણ મંત્રી સમક્ષ આવી રજૂઆતો ઢગલાબધં આવે છે. શિક્ષણ મંત્રીના કાર્યાલય દ્રારા સાંજ સુધીમાં ૧૦૦થી વધુ પત્રો આવી રજૂઆતને લઈને અધિકારીઓ સમક્ષ જાય છે. તેવા સંજોગોમાં ઉચ્ચ અધિકારીઓ વિવિધ મુદે અજાણ હોવાથી કાર્યવાહીમાં મુશ્કેલી ઉભી થાય છે. આ બધી બાબતોને લઈને શિક્ષણ મંત્રી કક્ષાએ ગંભીર નોંધ લેવામાં આવી છે અને પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકોને પોતાના પ્રશ્નો સીધા શિક્ષણ મંત્રી કે હાઈકોર્ટ રીટ પીટીશન દાખલ કરવાને બદલે એક નિર્ધારિત પધ્ધતિથી આગળ વધવામાં આવે તે જરૂરી છે આ માટે શિક્ષણ મંત્રીના કાર્યાલય દ્રારા પ્રાથમિક નિયામકોને પરિપત્ર પાઠવવામાં આવ્યો છે.

શિક્ષણ મંત્રી દ્રારા બોલાવવામાં આવેલી અગાઉ એક બેઠકમાં રજૂઆતો–પ્રશ્નો માટે નિર્ધારિત ફોમ્ર્યુલા છે. એ ફોમ્ર્યુલા મુજબ જ રજૂઆત કરવાનો આગ્રહ શિક્ષણ મંત્રાલય દ્રારા રાખવામાં આવ્યો છે. જેમાં શિક્ષકોએ પોતાના પ્રશ્નો નિર્ધારિત પત્રકમાં સંપૂર્ણ વિગતો સાથે પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્રારા મોકલવામાં આવે તેવો આગ્રહ રાખવામાં આવ્યો છે.

આ પરિપત્ર અનુસાર પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્રારા મોકલવામાં આવતી રજૂઆતો જ ધ્યાન પર લેવામાં આવશે. અન્ય રીતે શિક્ષણ મંત્રીની કાર્યાલયમાં રજૂઆત કરવા આવનાર શિક્ષકો સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે તેવું સ્પષ્ટ્ર પરિપત્રમાં જણાવી દેવામાં આવ્યું છે

print

Comments

comments

VOTING POLL