શિન્જો અબેનું અમદાવાદમાં ભવ્યાતિભવ્ય સ્વાગત

September 13, 2017 at 11:04 am


જાપાન અને ભારત વચ્ચેના સંબંધોનો એક નવી દિશા અને જોશ દેવા સાથે આજે એક નવો અધ્યાય રચાઈ ગયો છે. જાપાનના વડાપ્રધાન શિન્જો અબે ભારતની યાત્રા પર છે અને અમદાવાદે તેમને ગ્રાન્ડ વેલકમ કર્યું છે. આખુ શહેર દુલ્હનની જેમ શણગારાઈ ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 1.30 વાગ્યા બાદ અમદાવાદ આવી પહોંચ્યા હતાં અને તેમણે સિન્જો અબે અને તેમના પત્ની તેમજ અન્ય મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું.
પ્રથમવાર જ એવું બન્યું છેકે વિદેશના વડાપ્રધાન દિલ્હી જવાને બદલે સિધા અમદાવાદ આવી ગયા છે. જાપાનના વડાપ્રધાન બે દિવસીય યાત્રા પર આવ્યા છે. એરપોર્ટ પર વડાપ્રધાને તેમનું ભવ્‌ય સ્વાગત કર્યું છે. તેમને ભારતીય સંસ્કૃતિ મુજબ આવકાયર્િ હતાં. વડાપ્રધાન અને જાપાનના વડાપ્રધાન બન્નેનો સાથે રોડ શો એક નવો અધ્યાય રચી ગયો છે. આવતીકાલે ગાંધીનગરમાં 12મી ભારત-જાપાન એન્યુઅલ સમીટ મળી રહી છે. આ બન્ને નેતાઓ વિડીયો કોન્ફરન્સીંગ દ્વારા હાઈસ્પીડ રેલ ટ્રેનીંગ ઈન્સ્ટીટયુટની આધારશીલા રાખશે. એજ રીતે બુલેટ ટ્રેનનો આવતીકાલે પ્રારંભ કરાવશે.
જાપાનના વડાપ્રધાન સિન્જો અબે બપોર બાદ ટોકીયોથી સીધા જ સરદાર પટેલ એરપોર્ટ પર આવી રહ્યા હતાં અને એમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન મોદીએ ટવીટર મારફત કહયું હતુંકે અમદાવાદ અને ભારત સિન્જો અબેને આવકારવા તૈયાર છે. સિન્જો અબેનું ભવ્યાતીભવ્ય સ્વાગત કરવા માટે અમદાવાદ શહેર આખાની સજાવટ થઈ છે.

બપોરે 4 વાગ્‌યે બન્નેનો રોડશો યોજાયો છે અને અમદાવાદ આખુ તેનો લ્હાવો લઈ રહ્યું છે. 4-1પ વાગ્‌યે બન્ને નેતાઓ સાબરમતી આશ્રમ ખાતે સાંજે 5 વાગ્‌યે વસ્ત્રાપુરની હોટલ ખાતે આગમન થશે અને 6-30 વાગ્યે આ બન્ને નેતાઓ સીદીસૈયદની જાળીની મુલાકાત લેશે. વડાપ્રધાનનું સિન્જોઅબે અને તેમના પત્ની સાથે રાત્રી ભોજન યોજાશે. બન્ને દેશો વચ્ચે કરોડો-અબજો પિયાના કરારો થશે. આવતીકાલે એન્યુઅલ સમીટમાં સમીટમાં આ કરારો આકાર લેશે. બન્ને નેતાઓ સાબરમતી આશ્રમ જવાના છે.

print

Comments

comments

VOTING POLL