શિન્ઝો- તેમના પત્નીએ બે હાથ જોડીને ગાંધીજીને કરેલા નમન

September 13, 2017 at 8:07 pm


વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ખુલ્લી જીપ્સીમાં મેગા રોડ – શો કરતાં સાબરમતી ગાંધી આશ્રમ પહાેંચેલા જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે અને તેમના પત્ની અકી આબે ગાંધીઆશ્રમનાે માહોલ અને ગાંધીમૂલ્યોને નિહાળી સારી એવી હદે પ્રભાવિત થયા હતા. શિન્ઝો અને તેમના પત્નીએ મોદી સાથે ગાંધીજીની પ્રતિમાને પુ»પાંજલિ કરી હતી અને તેમને બે હાથ જોડી નમન કર્યા તે દ્રશ્યો સાૈકોઇનું ધ્યાન ખેંચતું હતું. શિન્ઝો અને તેમના પત્ની અકી આબેએ બાપુની તસવીરને પણ ખાદીની આંટી પહેરાવી નમન કર્યા હતા. આશ્રમની મુલાકાત બાદ શિન્ઝો અને તેમના પત્નીએ વીઝીટર ડાયરીમાં નાેંધ પણ કરી હતી.અમદાવાદ એરપાેર્ટ પરથી ફુલોથી શણગારેલી જીÃસીમાં રોડ-શો કરતાં જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે અને તેમના પત્ની અકી આબે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સાંજે 4-35 મિનિટે ગાંધી આશ્રમ ખાતે પહાેંચ્યા હતા. ગાંધીઆશ્રમમાં પહાેંચતાંની સાથે જ પ્રવેશતાં જ આશ્રમના સંચાલકો દ્વારા ત્રણેય મહાનુભાવોનું ઉષ્માભર્યુ સ્વાગત કરવામાં આવ્યું હતું. એ પછી શિન્ઝો અને તેમના પત્નીએ તેમના પગરખા ઉતાર્યા બાદ આશ્રમમાં બાપુની તસવીરને મોદી સાથે મળી ખાદીની આંટી પહેરાવી હતી અને બાપુને બે હાથ જોડી નમન કર્યા હતા.

ત્યારબાદ મોદી તેમને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી ચરખો ચલાવી રૂ- ખાદી કાંતતા હતા તે કક્ષમાં લઇ ગયા હતા અને તેમને ચરખો બતાવી સમગ્ર હકીકતાે જણાવી તેમને ઇતિહાસથી વાકેફ કર્યા હતા. મોદીએ કાંતેલ રૂનાે નાનાે જથ્થો હાથમાં લઇ શિન્ઝો અને તેમની પત્નીને ઝીણવટતાભરી રીતે ચરખાની અને તેના ઇતિહાસની મહત્તા સમજાવી હતી, તે બાબતે સાૈનું ધ્યાન ખેંચ્યું હતુું. એ પછી મોદી તેમને આશ્રમના પ્રાર્થનાસ્થળ ખાતે સ્થિત ગાંધીજીની પ્રતિમા પાસે લઇ ગયા હતા, જયાં જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે અને તેમના પત્ની અકી આબેએ મોદી સાથે મળી રા»ટ્રપિતા ગાંધીજીને પુ»પાંજલિ કરી હતી અને તેમને બે હાથ જોડી વંદન કર્યા હતા. ત્રણેય મહાનુભાવોની મુલાકાત દરમ્યાન આશ્રમમાં બાળાઆે અને નાની છોકરીઆે ગાંધીજીને પ્રિય ભજન વિશ્વજન તાે તેને રે કહીએ જે… ગાતી નજરે પડતી હતી, જેને લઇ આશ્રમમાં શાંતિ અને સાÂત્વકતાનાે માહોલ છવાયેલો નજરે પડતાે હતાે.

print

Comments

comments

VOTING POLL