શિલ્પા અને રાજ કુન્દ્રાની કંપ્ની સ્ટાફને પગાર આપવામાં નિષ્ફળ

February 16, 2017 at 2:01 pm


શિલ્પા શેટ્ટી કુન્દ્રા અને તેના પતિ રાજ કુન્દ્રાની બેસ્ટ ડીલ ટીવી હોમ-શોપિંગ ચેનલ થોડા સમય માટે બંધ કરી હોવા છતાં એમાં કામ કરતા કર્મચારીઓનો પગાર હજુ સુધી ચૂકતે કરવામાં નથી આવ્યો.

નરેન્દ્ર મોદીએ 500 અને 1000ની જૂની નોટ પર પ્રતિબંધ મૂકતાં એની અસર શોપિંગ પર પડતાં આ ચેનલને થોડા સમય માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે આ ચેનલના કર્મચારીઓને તેમનો બાકીનો પગાર હજુ સુધી ચૂકતે કરવામાં નથી આવ્યો. આ ચેનલમાં રાજ કુન્દ્રા અને શિલ્પાનો 63 ટકા ભાગ છે. જોકે રાજે 15 ડિસેમ્બરે ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસરના પદેથી રાજીનામું આપી દીધું હતું. આ જ સમયે કંપ્નીએ તમામ કર્મચારીઓ સમક્ષ પચાસ ટકા પગાર ઓછો કરવામાં આવી રહ્યો છે એવી જાહેરાત કરી હતી. કર્મચારીઓનો દાવો છે કે તેમને નવેમ્બર મહિનાની અડધી સેલરી મળી છે અને અડધી બાકી છે. તેમ જ ડિસેમ્બર મહિનાની પણ સંપૂર્ણ સેલરી બાકી છે. જોકે કંપ્નીના હાલના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર હરી ત્રિવેદીનું કહેવું છે કે અમે નવેમ્બર અને ડિસેમ્બર માટે સિલેક્ટેડ કર્મચારીઓની સેલરી આપી દીધી છે.

print

Comments

comments

VOTING POLL