શિવસેનાને સાથે રાખવાની મોદીની ચાલં

January 12, 2019 at 9:58 am


વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તમિળનાડુના કાર્યકરો સાથે કરેલી વિડિયો કોન્ફરન્સની અસર મહારાષ્ટ્ર સુધી પહાેંચી શકે તેમ છે. તમિળનાડુના પાંચ જિલ્લાના કાર્યકર સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ભાજપ નવા પક્ષો સાથે યુતિ કરવા તૈયાર છે અને તેમણે જૂના મિત્રોને હંમેશાં સાથે રાખ્યા છે. ભૂતપૂર્વ વડા પ્રધાન અને ભાજપના નેતા અટલ બિહારી વાજપેયીના કાર્યકાળનો સંદર્ભ આપી તેમણે જણાવ્યું હતું કે વીસ વર્ષ પહેલા તેમણે મિલીજુલી સરકારનો વિચાર વહેતો મૂક્યો હતો અને પ્રાદેશિક પક્ષને પૂરેપૂરી તક આપી હતી. આ સાથે તેમણે એમ પણ જણાવ્યું હતું કે યુતિ અમારા માટે ફરજિયાત નથી, અમે બહુમતીથી જીત્યા બાદ પણ જૂના મિત્રોને સાથે રાખ્યા છે. સ્વાભાવિક રીતે તેમનો ઈશારો શિવસેના તરફ હતો, જેમની સાથે તેમની 25 વર્ષથી યુતિ છે.
શિવસેના અને ભાજપ 2014માં લોકસભામાં સાથે લડéા હતા, પરંતુ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીમાં બન્ને પક્ષો અલગ થઈ ગયા હતા. તે બાદ ફરી સત્તામાં સાથે આવ્યા, પરંતુ શિવસેના સતત ભાજપની ટીકા કરતી રહી. નોટબંધી, જીએસટી, કાશ્મીર, ખેડૂતોની સમસ્યા અને હાલમાં રાફેલ ડીલમાં થયેલા કથિત ભ્રષ્ટાચાર મામલે પણ તેમણે વિરોધપક્ષની ભાષા જ બોલી છે. 2019ની તમામ ચૂંટણી તેઆે એકલા લડશે તેવી જાહેરાત વારંવાર કરી ચૂક્યા છે. ચૂંટણી નજીક આવી રહી હોવા છતાં શિવસેના અને ભાજપ વચ્ચે યુતિ અને બેઠક વહેંચણીની સત્તાવાર ચર્ચા થઈ નથી. શિવસેના સામે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પણ આકરું વલણ અપનાવતા એકલા લડવાની તૈયારી શરુ કરી દેવા જણાવ્યું હતું ત્યારે મોદીના આ નિવેદનો મહÒવના બની રહે છે.
મહારાષ્ટ્રમાં એનસીપી અને કાેંગ્રેસ સાથે જોડાવા મામલે સકારાત્મક રીતે આગળ વધી રહ્યા છે. રાહુલ ગાંધી અને શરદ પવારની મુલાકાત બાદ આ સ્પષ્ટ થયું છે. આ બન્ને સાથે આવે તો ભાજપ-સેના માટે સાથે આવવું લગભગ જરુરી બની જાય છે ત્યારે સેના થોડી ઠંડી પડે તેવી શક્યતા છે. ભાજપે સત્તા ટકાવી રાખવા અને સેનાએ અસ્તિત્વ ટકાવી રાખવા સાથે રહેવું પડશે, તેમ રાજકીય પંડિતો માને છે. અત્યાર સુધી સંબંધો ભલે ખાટા રહ્યા હોય, પરંતુ બન્ને ભગવા પક્ષો સાથે રહે તેવી અપેક્ષા વડા પ્રધાનને પણ હોય તેમ જણાઈ રહ્યું છે.

print

Comments

comments

VOTING POLL