શી જિનપિંગને મળ્યા પછી કિમ જાેંગ નરમ પડયા: પરમાણુ પ્રસાર રોકવા સહમત

March 28, 2018 at 10:59 am


ઉત્તર કોરિયાના સરમુખ્યત્યાર કિમ જાેંગ ઉન હાલમાં ચિનની યાત્રાએ છે. યાં કિમ જાેંગ ઉને ચીનના રાષ્ટ્ર્રપતિ સાથે મુલાકાત યોજી હતી. આ મુલાકાત દરમિયાન જાેંગે પરમાણું પ્રસાર રોકવાનો સંકલ્પ વ્યકત કર્યેા છે. બદલામાં ચીને ઉત્તર કોરિયા સાથે સંબંધો વધુ મજબુત કરવાનો વાયદો કર્યેા છે.
૨૦૧૧માં સત્તામાં આવ્યા બાદ કિમ જાેંગ ઉનનો આ પહેલો વિદેશ પ્રવાસ છે. આ મુલાકાતને અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે થવારી વાતચીતની તૈયારીના પમાં જોવામાં આવી રહી છે. કિમ જાેંગ ઉન અને શી જિનપિંગના હાથ મિલાવતા ફોટા પણ સામે આવ્યાં છે. કિમ જાેંગ ઉન પ્લેન મારફતે નહીં પરંતુ ટ્રેન દ્રારા ચીન પહોંચ્યાં હતાં.
ચીનની સમાચાર એજન્સી શિન્હત્પઆના જણાવ્યા અનુંસાર કિમ જાેંગ ઉને કહ્યું હતું કે, દિવંગત રાષ્ટ્ર્રપતિ કિમ ૨ સુંગ અને જનરલોઅ સેક્રેટરી કિમ જાેંગ ૨જાની ઈચ્છા અનુંસાર અમે પ્રાયદ્રીપમાં પરમાણું પ્રસાર પર લગામ કસવા પ્રતિબદ્ધ છીએ. ઉત્તર કોરિયા અમેરિકા સાથે વાતચીત કરવા ઈચ્છુક છે. તેનાથી શાંતિ અને સ્થિરતા યથાવત રાખવામાં મદદ મળશે.

ત્યાર બાદ શીએ કિમને કહ્યું હતું કે, આપણી પારંપારિક મિત્રતા આગળ વધવી જોઈએ અને વિકસિત થવી જોઈએ. અમારી રણનૈતિક ઈચ્છા છે કે બંને દેશોના સંબંધો આગળ વધે.
કયોદો ન્યૂઝએ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે, આ અધિકારી બેઈજીગં અને પ્યોંગયોગ વચ્ચે સંબંધો સુધારવાના હેતુસર ચીન પહોંચ્યાં છે, જે ગત વર્ષે ઉત્તર કોરિયાના પરમાણું પરિક્ષણ અને તેના પર લગાવવામાં આવેલા પ્રતિબંધોના કારણે તણાવપૂર્ણ બન્યાં હતાં. કિમ જાેંગ ઉને ઉત્તર કોરિયા જવાનું આમંત્રણ પણ સ્વિકારી લીધું છે.
દક્ષિણ કોરિયાના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, ચીન અને ઉત્તર કોરિયા વચ્ચે સંબંધોની આ ઉષ્મા અમેરિકા સાથેની વાતચીત માટે સકારાત્મક બાબત છે

print

Comments

comments

VOTING POLL