‘શું થયું’ની ત્રણ દિવસમાં રૂા.5 કરોડની વિક્રમ કમાણી

August 28, 2018 at 12:20 pm


શું થયું ફિલ્મે રિલીઝના પ્રથમ ત્રણ દિવસમાં ટિકીટબારી પર ટંકશાળ પાડી છે. આ ફિલ્મ ગુજરાતી ફિલ્મ ઉદ્યાેગમાં અત્યાર સુધીમાં સૌથી વધારે વીક-એન્ડ કલેકશન મેળવનારી ગુજરાતી ફિલ્મ બની ગઇ છે. ‘છેલ્લાે દિવસ’ જેવી સૌથી સફળ ફિલ્મ આપનાર બેલ્વેડર પ્રાેડકશનની ‘શું થયું’ ફિલ્મે રિલીઝના પ્રથમ ત્રણ દિવસમાં રૂા.5.11 કરોડનો વકરો કર્યો છે. જે ગુજરાતી ફિલ્મ ઉદ્યાેગ માટે નવું સીમાચિં છે. રવિવારે રક્ષાબંધનના દિવસે ફિલ્મે રૂા.2.47 કરોડનું કલેકશન મેળવ્યું હતું. જે ગુજરાતી ફિલ્મોના ઇતિહાસમાં એક દિવસમાં થયેલી સૌથી વધારે કમાણી છે.
ફિલ્મના ડિસ્ટિ²બ્યુટર રૂપમ એન્ટરટેઇનમેન્ટ પ્રા.લિ.ના એમડી વંદના શાહે જણાવ્યું હતું કે ‘સામાન્ય રીતે ગુજરાતી ફિલ્મો પ્રથમ બે અઠવાડિયામાં પણ જેટલું કલેકશન નથી નાેંધાવી શકતી તેનાથી વધારે કલેકશન ‘શું થયું’ ફિલ્મે પ્રથમ ત્રણ દિવસમાં નાેંધાવ્યું છે. આ ફિલ્મે રિલીઝના પ્રથમ દિવસે એટલે કે શુક્રવારે રૂા.1.03 કરોડ, શનિવારે રૂા.1.59 કરોડ અને રવિવારે રૂા.2.47 કરોડનું કલેકશન નાેંધાવ્યું છે. અગાઉ ગજ્જુભાઇ, પાસપોર્ટ, મિશન મમ્મી, કરશનદાસ પે એન્ડ યુઝ જેવી ફિલ્મોનું આેપનીગ પણ સારુ રહ્યું હતું પરંતુ અત્યાર સુધીમાં અન્ય કોઇ ફિલ્મ પ્રથમ ત્રણ દિવસમાં રૂા.1.50 કરોડથી વધારે બોકસ આેફિસ કલેકશન મેળવી શકી નથી.
શું થયું ગુજરાત અને મુંબઇમાં કુલ 210 સ્ક્રીન પર રિલીઝ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ ફિલ્મની સફળતાના કારણે ઉદ્યાેગમાં નવું ફંડ આવવાની શકયતા છે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મે રિલીઝ અગાઉ જ યોગ્ય માર્કેટિંગ સ્ટ્રેટેજીના પગલે દર્શકોમાં આતુરતા જગાવી હતી અને રીલીઝ બાદ માઉથ પિબ્લસિટી ફિલ્મને સફળ બનાવી રહી છે. પ્રથમ ત્રણ દિવસમાં ફિલ્મને 4.93 લાખ ફૂટફોલ્સ મળ્યાં છે. બેલ્વેડર ફિલ્મ્સના ડાયરેકટર વૈશાલ શાહે જણાવયું હતું કે, સારુ કન્ટેન્ટ ધરાવતી ગુજરાતી ફિલ્મો હંમેશા સારો દેખાવ કરતી આવી છે અને યોગ્ય સ્ટ્રેટેજી દ્વારા નફાકારક ફિલ્મો બનાવવી હવે શકય છે. ગુજરાતી ફિલ્મ ઉદ્યાેગ માટે આ આંકડા પ્રાેત્સાહક બની રહેશે.
કૃષ્ણદેવ યાજ્ઞિક નિર્દેશિત ‘શું થયું’ તેમની જ અગાઉની સૌથી સફળ અર્બન ગુજરાતી ફિલ્મ ગણાતી ‘છેલ્લાે દિવસ’નો કુલ 18 કરોડના કલેકશનનો વિક્રમ તોડે તેવી પૂરી શકયતા હોવાનું નિષ્ણાંતો માને છે. જોકે, તેના માટે સોમવાર અને મંગળવારના કલેકશનનો ટ્રેન્ડ મહત્વનો સાબિત થશે. છેલ્લા દિવસ ફિલ્મે પ્રથમ અઠવાડિયાના અંતે લગભગ રૂા.2 કરોડનું કલેકશન મેળવ્યું હતું.

print

Comments

comments

VOTING POLL