શું ભારત સ્વચ્છ થઈ જશે?

October 4, 2017 at 8:58 pm


ભારતમાં સ્વચ્છ ભારત અભિયાન છેલ્લા ત્રણ વર્ષથી છેડવામાં આવ્યું છે અને ગાંધી જયંતિએ ફરી વખત સ્વચ્છતાનો આગ્રહ કરવામાં આવ્યો છે. જેમાં 2014માં 4.96 કરોડથી વધુ ઘરોમાં ટોઈલેટ્સની સંખ્યા 38.7 ટકા હતી તે વધીને 2017માં 69.04 ટકા થઈ છે. આ ઉપરાંત ભારતના 649481 ગામોનાં 250000 ગામોને આેપન ડિફેકેશન-ફ્રી (ખુલ્લામાં શૌચqક્રયાથી મુક્ત ગામો) જાહેર કરાયા છે પરંતુ આ સાથે આવો દાવો કરનારા 63 ટકા એટલે કે 150000 ગામોને વેરિફાઈ કરાયા નથી. આ ઉપરાંત અન્ય જે ગામો છે ત્યાં નવા ટોઈલેટ્સનો વાસ્તવમાં ઉપયોગ થાય છે કે નહી એ જાણવાનો પણ કોઈ માર્ગ નથી.

2 આેક્ટોબર, 2014ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રારંભ કરાવાયેલા સ્વચ્છ ભારત અભિયાનના ઈન્ડિયા સ્પેન્ડ એનેલિસિસના આંકડાઆેમાં આ હકીકત દશાર્વવામાં આવી છે. આ અભિયાનનો હેતુ આગામી 2 આેક્ટોબર, 2019 સુધીમાં ભારતને ખુલ્લામાં શૌચqક્રયાથી મુક્ત બનાવવાનો છે. વર્લ્ડ બેન્ક દ્વારા આ યોજનાના અમલને મોડરેટલી અનસેટિસફેક્ટરી ગણાવવામાં આવી છે. જો કે આેગસ્ટ 2017માં સ્વાયત સરકારી એકમ સ્વચ્છ સર્વેક્ષણ 2017ના સરવેમાં જોવા મળ્યું હતું કે 10માંથી 9(91.29 ટકા) ગ્રામીણ ઘરોમાં શૌચાલયો છે અને તેનો ઉપયોગ કરવામાં આવે છે. 15 આેગસ્ટ, 2014ના રોજ સ્વતંત્રતા દિવસ નિમિત્તે પોતાના સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત મિશનની ઘોષણા કરી હતી. એ સમયે પીએમ મોદીએ કહ્યું હતું, ભાઈઆે અને બહેનો, આપણે 21મી સદીમાં જીવીએ છીએ. આપણી માતાઆે અને બહેનો જ્યારે ખુલ્લામાં શૌચqક્રયા માટે જાય એ આપણા માટે પીડાદાયક છેં શું મહિલાઆેનું ગૌરવ જાળવવું એ આપણી સામુહિક જવાબદારી નથીં ગામડાની ગરીબ મહિલાઆે રાત પડવાની રાહ જૂએ છે અને પછી શૌચqક્રયા માટે જાય છે. શું આપણે આપણી માતાઆે-બહેનો માટે ટોઈલેટ્સ ન બનાવી શકીએં
ગામડાઆેને આેપન ડિફેકેશન-ફ્રી ત્યારે ગણવામાં આવે છે જ્યારે દરેક ઘર કે પિબ્લક-કમ્યુનિટી ઈન્સ્ટીટ્યુશન્સ મળમૂત્રનો નિકાલ કરવા માટે સુરક્ષિત ટેકનોલોજીનો ઉપયોગ એ રીતે કરે કે જેનાથી જમીન પ્રદૂષિત ન થાય તેમજ ભૂગભ}ય જળ કે જળાશયો દૂષિત ન થાય તેમજ જીવજંતુઆે તેના પર બેસે નહી એવી વ્યવસ્થા થાય એમ ડ્રીન્કીગ વોટર એન્ડ સેનિટેશન મિનિસ્ટ્રીની વેબસાઈટ જણાવે છે.
ટોઈલેટ્સનું નિમાર્ણ યોગ્ય રીતે થાય એ જરુરી છે. કેટલાક ગામોમાં ખોટી ડિઝાઈનના ટોઈલેટ્સના લીધે ભૂગભ}ય જળ દૂષિત થાય છે.

print

Comments

comments

VOTING POLL