શેખચલ્લી અને સપનાના સોદાગરો

March 18, 2017 at 5:10 pm


પાંચ રાજ્યોની વિધાનસભાની ચુંટણીનો મેચ 1-4થી હારનાર વિરોધપક્ષોને હવે 2019ની ચુંટણી જીતવાનું ડહાપણ આવ્યું છે. 2014 અને ત્યારપછીની મોટાભાગની ચુંટણીઓમાં ખાસ ઉકાળી નહીં શકનારાઓ વિરોધપક્ષને હવે 2019ની લોકસભાની ચુંટણીમાં નરેન્દ્ર મોદીનો સામનો કરવા માટે એક થવાનું સુજ્યું છે અને ‘મહાગઠબંધન’ રચવાનો વિચાર શ કર્યો છે.

તમામ રાજકીય પક્ષો માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ર્ન બનેલી ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચુંટણીમાં ભાજપ્ને સત્તાથી દુર રાખવા માટે કોંગ્રેસ અને સમાજવાદી પક્ષે ગઠબંધન કર્યું હતું પરંતુ આ ગઠબંધન ભોંય ભેગું થઈ ગયું છે. બિહારને બાદ કરતા આવા ગઠબંધનોનો કણ રકાસ થયો છે તેવું સ્પષ્ટ થઈ ગયું હોવા છતાં એકલા હાથે મોદી લહેરનો સામનો કરવાની તાકાત નહીં ધરાવતા પક્ષો ચુંટણી વખતે ભેગા થઈ જાય છે અને પછડાય છે.
પાંચ રાજ્યોની ચુંટણીના પરિણામ પછી કોંગ્રેસના નેતા મણીશંકર ઐય્યરે સ્પષ્ટ કહ્યું કે 2019માં નરેન્દ્ર મોદીને એકલા હાથે હરાવવાની ક્ષમતા કોંગ્રેસમાં નથી અને આ માટે બધા પક્ષોએ સાથે મળીને મહાગઠબંધન રચવું જોઈએ. ઐય્યરની આ સલાહને પ્રિયાદત્તનું સમર્થન પણ મળ્યું છે અને કેટલાક હરખપદુડા નેતાઓએ આ વાત ઝીલી લઈને ફરીથી આશાનો મહેલ રચવાની શઆત કરી દીધી છે.

2014ની લોકસભાની ચુંટણીમાં લોકોને નરેન્દ્ર મોદીનો વિકાસમંત્ર પસંદ આવ્યો હતો અને તેથી ખોબલેને ખોબલે મત આપ્યા હતાં. આ પછીની ચુંટણીઓમાં પણ નરેન્દ્ર મોદીના આક્રમક પ્રચાર અને તેમણે લીધેલા પગલાઓને કારણે લોકોએ ભાજપ્ને મત આપીને તેમને વધુ મજબુત બનાવ્યો છે. પંજાબને બાદ કરતા કોંગ્રેસના હાથમાંથી ધીરેધીરે એક પછી એક રાજ્યો સરકતા જાય છે અને આગામી વર્ષે કણર્ટિક વિધાનસભાની ચુંટણી યોજાવાની છે ત્યારે આ રાજયને કેમ બચાવવું તે કોંગ્રેસ માટે મહત્વનો પ્રશ્ર્ન બન્યો છે. આવી સ્થિતિમાં 2019માં લોકસભાની ચુંટણી આવે અને નરેન્દ્ર મોદી આટલા જ આક્રમક રહે તો બીજા પક્ષોની શું વલે થાય તેની કલ્પ્ના અત્યારથી નેતાઓ કરી રહ્યા છે.

આમ તો વર્ષોથી દેશમાં ત્રીજો મોરચો રચવાના પ્રયાસો થતાં આવે છે પરંતુ દર વખતે તેનું બાળમરણ થઈ જાય છે. વડાપ્રધાન બનવાના સપ્ના જોઈ રહેલા નેતાઓ આવા મોરચાને જન્મ તો આપે છે પરંતુ આકાર આપી શકતા નથી તે બધા જાણે છે. શરદ પવાર, લાલુ પ્રસાદ યાદવ, મુલાયમસિંઘ જેવા અનેક નેતાઓ છે જેમને વડાપ્રધાન બનવું હતું પરંતુ આંતરીક ટાંટીયા ખેંચને કારણે તેમનો ગજ વાગ્યો નથી. આવી સ્થિતિમાં હવે કોંગ્રેસ સહિતના પક્ષોને 2019 દેખાય છે અને ભાજપ્ની સુનામીને ખાળવા માટે મહાગઠબંધન રચવું જોઈએ તેવું લાગી રહ્યું છે.
ધોળા દિવસે શેખચલ્લીના સપ્ના જોઈ રહેલા આવા નેતાઓને પ્રાદેશીક સ્તરે એકતા બતાવવાની જર છે. સ્થાનિક સ્વરાજયની ચુંટણીઓમાં પણ ગંદુ રાજકારણ રમનારા આવા નેતાઓ વિધાનસભા કે લોકસભાની ચુંટણીમાં કેટલું ઉકાળી શકે ? તેવો સવાલ મનમાં ઉઠયા વગર રહેતો નથી. માત્ર નરેન્દ્ર મોદી અને ભાજપ્ને હરાવવા માટે મહાગઠબંધન રચવાને બદલે આવા નેતાઓએ દેશના વિકાસ માટે શું કરી શકાય તેનો એજન્ડા બનાવી તેને લોકો સુધી પહોંચાડવું જોઈએ. જો આવું કરવામાં વિરોધપક્ષ નિષ્ફળ જશે તો રામવિલાસ પાસવાને કહેલી ‘સો લંગડા ભેગા થઇને પહેલવાન ન બની શકે’ કહેવતને સાચી પાડતા કોઈ નહીં રોકી શકે.

print

Comments

comments

VOTING POLL