શેત્રુંજી ડેમ શાળાના બાળ વૈજ્ઞાનિકોનો પ્રાેજેક્ટ ‘આધુનિક રોડ-સેફટી ગાર્ડ’ રાજ્યકક્ષાએ થશે પ્રદશિર્ત

October 6, 2017 at 11:44 am


પાલિતાણા તાલુકાની શેત્રુંજીડેમ કેન્દ્રવત} શાળાનો વિજ્ઞાન પ્રાેજેકટ જિલ્લા કક્ષાએ વિજ્ઞાન પ્રદર્શનમાં પસંદગી થતાં હવે રાજ્યકક્ષાના વિજ્ઞાન પ્રદર્શનમાં પ્રદશ}ત થશે. પરિવહન અને પ્રત્યાર્પણ વિષય અંતર્ગત તાજેતરમાં બગદાણા ખાતે યોજાયેલ વિજ્ઞાન મેળામાં વિભાગ-4માં આધુનિક રોડ સેફટી ગાર્ડ નામની આ શાળાના બે બાલ વિજ્ઞાનિકો ધનરાજ આર.બારૈયા તથા હાદિર્ બી.વાઘેલા દ્વારા તેમજ વિજ્ઞાન શિક્ષક કિરણકુમાર એચ.પટેલના માર્ગદર્શન અંતર્ગત આ કૃતિ રુ થઇ હતી. જેમાં આ કૃતિની બહુ ઉપયોગીતા તેમજ કાર્યક્ષમતાના આધારે આકૃતિ રાજ્યકક્ષાના વિજ્ઞાન પ્રદર્શન માટે પસંદગી થઇ છે.
હાલના સમયમાં વાહન વ્યવહાર ખુબ જ વધી વધ્યો છે, ત્યારે હાઇ-વે માર્ગો પર થતાં અકધસ્માતમાં જાન-માલ થતાં નુકશાનથી બચી શકાય છે. આ આધુનિક રોડ સેફટી ગાર્ડના ઉપયોગથી વાહન તેમજ જાન-માલના નુકશાનને મહØ અંશે અટકાવી શકાય છે. પર્વતિય વિસ્તારના રોડ રસ્તા ઉપરથી પસાર થતા નાના મોટા વાહનો વળાંકવાળા રસ્તા પર થાય ત્યારે રોડની બાજુઆે તેમજ વળાંકમાં આ આધુનિક રોડ સેફટી ગાર્ડ લગાવેલા હોય ત્યારે થતાં અકસ્માત વેળાએવાહનો નીચે ખાઇમાં ગબડી પડતા નથી વાહન ચેમજ જાન માલ સુરક્ષીત રહે છે.
ટકાઉ વિકાસ માટે નાવિન્યતા-નવિનીકરણ વિષય તળે યોજાનાર રાજ્યકક્ષાના આગામી ગણીત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શનમાં શેત્રુંજી ડેમ કે.વ.શાળાની આ કૃતિ રજુ થશે. સૌ પ્રથમ કલ્સ્ટર કક્ષાએ પછી તાલુકા કક્ષાએ તેમજ જિલ્લા કક્ષાએ સર્વોત્તમ દેખાવ કરી આ નમુનેદાર પ્રાેજેકટ (કૃતિ) હવે રાજ્યકક્ષાએ રજુ થશે અને વિભાગ-4માં ભાવનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. શાળાને સફળતા માટે આચાર્ય કે.બી.ગોસ્વામી તથા શાળા પરિવારને સીઆરસી ઉદયભાઇ મોરી તથા શિક્ષણ પરિવારે અભિનંદન પાઠવ્યા છે.

print

Comments

comments

VOTING POLL