શેરડી ઇન્ડસ્ટ્રી માટે 5500 કરોડ રૂપિયાના પેકેજને લીલીઝંડી મળી

September 26, 2018 at 7:44 pm


કેન્દ્રીય કેબિનેેટની આજે મહત્વપૂર્ણ બેઠક થઇ હતી જેમાં શેરડી, રેલવે, હોટલ સહિત અનેક મુદ્દા ઉપર મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા હતા. નાણામંત્રી અરુણ જેટલીએ પત્રકાર પરિષદ દરમિયાન કેન્દ્રીય કેબિનેટના નિર્ણયના સંદર્ભમાં પત્રકારોને માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, દેશમાં વધારાના ખાંડ ઉત્પાદનને ધ્યાનમાં લઇને કેબિનેટે એક વિસ્તૃત પાેલિસીને મંજુરી આપી છે. નાણામંત્રીએ કહ્યું હતું કે, ગયા વષેૅ અને આ વષેૅ શેરડીનું ઉત્પાદન ખુબ વધારે થયું છે જેથી આ ખુબ મહત્વપૂર્ણ રહેશે. વિધાનસભાની ચૂંટણી પહેલા આ જાહેરાતાેને મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. કેન્દ્રીયમંત્રીએ કહ્યું હતું કે, ખાંડ ઉદ્યાેગ માટે ખાસ પેકેજની જાહેરાત કરવામાં આવી છે જે હેઠળ ખાંડ મિલો અને ટ્રાન્સપાેર્ટ, હેન્ડલિંગ જેવા ખર્ચ માટે ખાસ રીતે નિકાસમાં મદદ કરવામાં આવશે. આની સાથે સાથે સુગર ઇન્ડસ્ટ્રીને 5500 કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરવામાં આવી છે. પટણામાં ડોમેસ્ટિક ટ##352;મનલ બનાવવાને મંજુરી આપવામાં આવી છે. આના ઉપર અંદાજિત ખર્ચ 1216.90 કરોડ રૂપિયા રહેશે. જેટલીએ કહ્યું હતું કે, કેટલીક એવી હોટલો હતી જે બનતા બનતા રોકાઈ ગઈ હતી. પટણામાં પાટલીપુત્ર અશોક હોટલ અને ગુલમગૅમાં અધુરી રહી ગયેલી હોટલને રાજ્ય સરકારને પરત કરી દેવામાં આવશે. કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં જીએસટી નેટવર્કને 100 ટકા સરકારી કંપની બનાવવાના પ્રસ્તાવને પણ મંજુરી આપી હતી. તેમણે ઉમેર્યું હતું કે, જીએસટી નેટવર્ક યુપીએ સરકારના ગાળામાં બની હતી. તે વખતે 49 ટકા સરકાર અને 51 ટકા નાણાંકીય સંસ્થાઆેની હિસ્સેદારી હતી. આ કંપની પ્રાઇવેટ ગણાતી હતી જ્યારે 49 ટકા હિસ્સામાં કેન્દ્ર અને રાજ્યોનાે હિસ્સાે હતાે. હવે તે 100 ટકા કંપની બની જશે. છત્તીસગઢમાં કથગાેરાથી લઇને દોનગઢ સુધી રેલવે લાઈનની જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકાર અને રેલવે વચ્ચે આ સમજૂતિ કરવામાં આવી છે. 294 કિલોમીટર લાંબી લાઈન ઉપર 5950 કરોડ રૂપિયાનાે ખર્ચ થશે. રાજસ્થાન અને પંજાબ માટે પણ જાહેરાત કરવામાં આવી છે. સરહિંદ ફીડર કેનાલ અને રાજસ્થાન ફીડર કેનાલની રિલાઈિંનગ માટે 825 કરોડ રૂપિયાની નાણાંકીય સહાયતાની જાહેરાત કરવામાં આવી છે. કેબિનેટે મેડિકલ કાઉÂન્સલ એક્ટમાં સુધારા માટે વટહુકમને મંજુરી આપી દીધી છે. રા»ટ્રપતિએ પહેલાથી જ લીલીઝંડી આપી દીધી છે. બીજી બાજુ મંત્રીમંડળે નવી દૂરસંચાર નીતિને પણ મંજુરી આપી છે. દૂરસંચાર ક્ષેત્રમાં 2020 સુધી 100 અબજ ડોલરનું નવું રોકાણ થવા અને 40 લાખ નવી રોજગારીની તકો સજાૅશે. કેબિનેટે નવી નેશનલ ડિજિટલ કોમ્યુનિકેશન પાેલિસી અને ટેલિકોમ કનેક્શનને ફરી ડિજિટલ કોમ્યુનિકેશન બનાવવાને મંજુરી આપી દીધી છે. જેટલીએ સરકાર યોજનાઆેની જાહેરાત કરી હતી. સરકારે ખાંડ ઇન્ડસ્ટ્રી માટે 45 અબજના નાણાંકીય પેકેજને મંજુરી આપી હતી. વૈશ્વિક કિંમતાે આેછી હોવાથી મંત્રાલય દ્વારા પાંચ મિલિયન ટન સુધી ખાંડની નિકાસ કરવા માટે મિલોને સહાય કરવા નિર્ણય કયોૅ છે. પરિવહન સબસિડી પણ આપવામાં આવશે. આજે કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી જેમાં જુદા જુદા પાસાઆે ઉપર ચર્ચા થઇ હતી. આ##352;થક બાબતાેની કેબિનેટ સમિતિની બેઠકમાં ખાદ્યાન્ન મંત્રાલયની દરખાસ્તને લીલીઝંડી આપવામાં આવી હતી જેમાં ખાંડના વધારે પડતા જથ્થાનાે યોગ્ય ઉપયોગ કરવાની માંગ કરવામાં આવી હતી. સાથે સાથે 130 અબજ રૂપિયામાં જંગી શેરડી એરિયસૅને દૂર કરવા મિલોની મદદ કરવાની વાત કરવામાં આવી હતી.

print

Comments

comments

VOTING POLL