શેરબજારમાં તેજીનું ઘોડાપૂરઃ સેન્સેક્સ આેલટાઈમ હાઈ

July 12, 2018 at 10:43 am


ભારતીય શેરબજાર આજે શાનદાર તેજી સાથે ખુલ્યું હતું. સવારે 9ઃ30 વાગ્યે સેન્સેક્સે 36533 અને નિફટીએ 11029નું સ્તર મેળવી લીધું હતું. શરૂઆતી મિનિટોમાં મુંબઈ સ્ટેક્સ એક્સચેન્જના ઈન્ડેક્સ સેન્સેક્સે 36424 અને નિફટી 11006ના સ્તરે ખુલ્યા હતાં. સૌથી વધુ તેજી રિલાયન્સ અને એસબીઆઈના શેરોમાં જોવા મળી રહી છે. નિફટીમાં ઉછાળાને પગલે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઈએલ) આજે 10,000 કરોડની કંપની બની ગઈ છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં તેજીને પગલે તમામ એશિયાઈ શેરબજારોમાં તેજી જોવા મળી રહી છે. જાપાનનો નિક્કેઈ 1.27 ટકાના ઉછાળા સાથે 22211ના સ્તરે, ચીનનો શાંઘાઈ 1.90 ટકાના ઉછાળા સાથે 2830ના સ્તરે, હેંગસેંગ 0.63 ટકાના ઉછાળા સાથે 28489ના સ્તરે અને તાઈવાનનો કોસ્પી 0.59 ટકાના ઉછાળા સાથે 2294ના સ્તરે કારોબાર કરી રહ્યાે છે. જ્યારે પાછલા સત્રમાં અમેરિકી બજાર ઘટાડા સાથે બંધ થયો હતો.
સેક્ટોરિયલ ઈન્ડેક્સની વાત કરીએ તો તમામ શેર પોઝીટીવ કારોબાર કરી રહ્યા છે. સૌથી વધુ તેજી પીએસયુ બેન્કના શેરોમાં જોવા મળી રહી છે. આ ઉપરાંત આેટો, ફાયનાન્શીયલ સવિર્સ, એફએમસીજી, આઈટી, મેટલ, ફામાર્, પ્રાઈવેટ બેન્ક અને રિયલ્ટીના શેરો પણ સતત આગેકૂચ કરી રહ્યા છે.
નિફટીમાં આવેતા શેરોમાં હિન્ડપેટ્રાે, બીપીસીએલ, આઈઆેસી, ડો.રેડ્ડી અને એચપીસીએલ ટેકના શેરોમાં તેજી જોવા મળી છે.

print

Comments

comments

VOTING POLL