શેરબજારમાં તેજી : સેંસેક્સ 222 પાેઇન્ટ ઉછળીને બંધ

July 23, 2018 at 7:24 pm


શેરબજારમાં આજે હકારાત્મક રાજકીય પરિબળોની સ્થિતિ વચ્ચે સેંસેક્સ અને નિફ્ટી બંને ઉંચી સપાટીએ બંધ રહ્યાા હતા. એક વખતે ઇન્ટ્રાડેના કારોબાર દરમિયાન ઇન્ડેક્સે 36750ની આેલટાઈમ હાઈ ઉંચી સપાટી મેળવી હતી. જો કે, અંતે સેંસેક્સ 222 પાેઇન્ટ ઉછળીને 36719ની ઉંચી સપાટીએ રહ્યાાે હતાે. બીજી બાજુ નિફ્ટી 75 પાેઇન્ટ ઉછલીને 11085ની સપાટીએ રહ્યાાે હતાે. સવારમાં તેજી સાથે કારોબારની શરૂઆત થઇ હતી. જીએસટી કાઉÂન્સલની બેઠકમાં શનિવારના દિવસે લેવામાં આવેલા નિર્ણયની અસર જોવા મળી હતી. આઈટીસીના શેરમાં 3.80 ટકાનાે ઉછાળો રહ્યાાે હતાે. એફએમસીજી અને નિફ્ટી પીએસયુ બેંકમાં 2.50 ટકાનાે ઉછાળો રહ્યાાે હતાે. મેટલ ઇન્ડેક્સમાં એક ટકાથી વધુનાે ઉછાળો રહ્યાાે હતાે. આઈટીસી ઉપરાંત વેદાંતા, અદાણી પાેર્ટ, ભારતી એરટેલ, આઈસીઆઈસીઆઈ બેંક, મારુતિમાં ત્રણ ટકાથી વધુનાે ઉછાળો રહ્યાાે હતાે. વિદેશી મૂડીરોકાણકારોએ 310.27 કરોડના શેર ખરીદી લીધા છે. ત્રિમાસિક ગાળાના પરિણામ પણ હવે જારી કરવામાં આવનાર છે. હિન્દુસ્તાન ઝીંક, એશિયન પેઇન્ટ્સ દ્વારા મંગળવારના દિવસે પરિણામ જાહેર કરવામં આવનાર છે જ્યારે ભેલ, કેનેરા બેંક, એચસીએલ ઇન્ફો સિસ્ટમ, હિરો મોટો અને પીવીઆર દ્વારા બુધવારના દિવસે પરિણામ જાહેર કરવામાં આવનાર છે. આવી જ રીતે ટેલિકોમની મહાકાય કંપની ભારતી એરટેલ, બાયોકોન, આઈટીસી, મારુતિ સુઝુકી, તાતા પાવર, તાતા કોફી, યશ બેંક દ્વારા ગુરુવારના દિવસે જૂન મહિનાના ત્રિમાસિક ગાળાના કમાણીના આંકડા જારી કરવામાં આવનાર છે. બેંક આેફ બરોડા, એચસીએલ ટેક, આઈસીઆઈસીઆઈ બેંક, એમ એન્ડ એમ ફાઇનાન્સ દ્વારા શુક્રવારના દિવસે તેમના પરિણામ જાહેર કરવામાં આવનરા છે. કારોબારમાં ઉથલપાથલ રહી શકે છે. કારણ કે, વેપારીઆે એફ એન્ડ આે સેગ્મેન્ટમાં સ્થિતિને લઇને ગણતરી કરી રહ્યાા છે. જુલાઈ એફ એન્ડ આે કોન્ટ્રાક્ટની અવધિ ગુરુવારના દિવસે પુરી થઇ રહી છે. જીએસટી કાઉÂન્સલની બેઠકમાં શનિવારના દિવસે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા હતા જેમાં અનેક પ્રાેડક્ટ ચીજવસ્તુઆેની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો હતાે. આ વસ્તુઆે પર ટેક્સના રેટમાં ઘટાડો કરવામાં આવ્યો હતાે. જે ચીજવસ્તુઆે ઉપર ટેક્સ સ્લેબ ઘટાડવામાં આવ્યા હતા તેમાં પેઇન્ટ્સ, લેધરની ચીજવસ્તુઆે, સ્ટોવ, ટેલિવિઝન, વોશિંગ મશીનનાે સમાવેશ થાય છે. આ તમામ ઉપર રેટને 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યો હતાે. સેનેટરી નેપકિનને ટેક્સમુક્ત કરવાનાે નિર્ણય કરાયો હતાે. પેટ્રાેલ સાથે સંબંધિત ઇથેનાેલ ઉપર રેટને પણ ઘટાડવામાં આવ્યો હતાે. 1000 રૂપિયા સુધીના ફુટવેર અને ફ##352;ટલાઇઝર ગ્રેડ ફોસ્ફોરિક એસિડ પર ટેક્સ રેટને 12 ટકાથી ઘટાડીને પાંચ ટકા કરાયો હતાે. અવિશ્વાસ પ્રસ્તાવ ઉડી બાદ તેની પણ અસર બજારમાં જોવા મળી શકે છે. અવિશ્વાસ દરખાસ્તની તરફેણમાં શુક્રવારે 126 અને વિરુદ્ધમાં 325 મત પડâા હતા. ઉપરાંત ઈસીબી પાેલિસીની બેઠક, યુએસ જીડીપીના ડેટાની અસર પણ જોવા મળી શકે છે. મોનસુનમાં પ્રગતિ, ગ્લોબલ માકેૅટમાં પ્રવાહ, ટ્રેડવોરને લઇને તંગદિલી, વિદેશી મૂડીરોકાણકારો દ્વારા રોકાણ, ક્રૂડ આેઇલની કિંમત જેવા અન્ય પરિબળો પણ જોવા મળી શકે છે.

print

Comments

comments

VOTING POLL